Wed,29 November 2023,12:54 am
Print
header

Gst Scam Part-3 વિક્રમ, દેસાઇ અને ભટ્ટનો તરખાટ ! શામળાજી બોર્ડર પર ટેક્સ ભર્યાં વગર ગાડીઓ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ- Gujarat Post News

મહેશ આર પટેલ, એડિટર 

વિક્રમની અટકાયતના અહેવાલ, તેની પાસેથી મલાઇ ખાતા અધિકારીઓમાં ફફડાટ !

કૌભાંડીઓ આપી રહ્યાં છે કરોડો રૂપિયાની લાંચ !

શું કરી રહ્યાં છે સ્ટેટ Gst કમિશનર ? 

શું આ કૌભાંડની સ્પે.કમિશનર સમીર વકીલને પણ નથી જાણ ? 

કરોડો રૂપિયાના આ કૌભાંડની ACB તપાસ જરૂરી 

શું સ્ટેટ Gst કમિશનર ACB ને સોંપશે તપાસ ? 

વિક્રમના કૌભાંડો મામલે ઇડીએ પણ કરવી જોઇએ તપાસ

અમદાવાદઃ સુરતમાં ઇકો સેલે કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપીને અનેક કૌભાંડીઓને દોડતા કરી દીધા છે, સરકારી તિજોરી ખાલી કરી રહેલા બોગસ બિલિંગના આ કૌભાંડીઓ પર કાયદાનો સકંજો કસાયો છે, બીજી તરફ રાજ્યમાં ટેક્સ ભર્યા વગર કરોડો રૂપિયાના માલની હેરાફેરી થઇ રહી છે, ગાંધીનગરથી શામળાજી સુધી આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે, ભાવનગર-અલંગના લોખંડના સળિયા અને સ્ક્રેપના વેપારીઓ મહિને લાખો-રૂપિયાના હપ્તા આપીને તેમની ગાડીઓ રાજસ્થાન મોકલી રહ્યાં છે, રાજસ્થાનથી લાખો રૂપિયાની તમાકું અને ગુટખા ગુજરાતમાં ટેક્સ ભર્યા વગર જ આવી રહી છે. વિજાપુર, મહેસાણામાં પણ ટેક્સ ચોરીનો માલ ઠલવાઇ રહ્યો છે. 

વિક્રમ થ્રુ અધિકારીઓ લે છે લાખો રૂપિયા ! 

શામળાજી બોર્ડર પર વિક્રમ નામનો શખ્સ ભટ્ટ અને દેસાઇ જેવા અધિકારીઓને હપ્તા આપીને આ સમગ્ર કૌભાંડ આચરી રહ્યો છે, દિવસની અનેક ટ્રકો ટેક્સ ભર્યાં વગર અને ખોટા ઇ-વે બિલોને આધારે જઇ રહી છે, આ સુવ્યવસ્થિત કૌભાંડમાં મોડાસા, ગાંધીનગર અને અમદાવાદની કેટલીક  આંગડિયા પેઢીઓની તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓ જેલભેગા થઇ શકે છે. લાંચના રૂપિયા આંગડિયા પેઢી મારફતે લેવામાં આવી રહ્યાં છે.

આંગડિયા પેઢીના નામો અને ટ્રકોના નંબરો છે પુરાવા 

આંગડિયા પેઢીના નામો અને અનેક ટ્રકોના પુરાવા ગુજરાત પોસ્ટ ન્યૂઝને મળ્યાં છે. સાથે જ કેટલાક મોબાઇલ નંબરો છે જેના પરથી આ અધિકારીઓ ડીલ કરી રહ્યાં છે. જો સ્ટેટ જીએસટી કમિશનર આ અંગે ઉંડી તપાસ કરવા માંગતા હોય તો તેમને અનેક પુરાવા મળી શકે તેમ છે, વિક્રમ નામનો આ શખ્સ ઘણી વખત બિલ વગરની ટ્રકો પકડાવે છે અને અંદાજે 10 થી 12 લાખ રૂપિયા પડાવીને અધિકારીઓને તેનો હિસ્સો આપે છે.

કરોડો રૂપિયાના આ કૌભાંડની ACB તપાસ જરૂરી 

મહિને શામળાજી બોર્ડરથી જ લાખો-કરોડો રૂપિયાના હપ્તા મોબાઇલ સ્કવોર્ડ અને ગાંધીનગર સુધી પહોંચી રહ્યાં છે, આ વાતની સ્ટેટ જીએસટી કમિશનર ઓફિસને કેમ ખબર નથી ?? તે સૌથી મોટો સવાલ છે, અનેક વેપારીઓને દમ મારીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવે છે. કલમ 130 નહીં લગાવીને કલમ 129ના નામે થોડો ટેક્સ ભરાવીને બાકીને રૂપિયા ખિસ્સામાં જાય છે, જે સરકારને મોટું નુકસાન છે.

અગાઉ વિક્રમે જ GSTના અધિકારીઓને ACBમાં ફસાવ્યાંની ચર્ચા

વિક્રમ નામના શખ્સનો અહીં એવો દબદબો છે કે અહીં બદલી થઇને આવેલા અધિકારીઓ તેના પર વિશ્વાસ મુકીને તેને વહીવટદાર બનાવી લે છે,અને વિક્રમ પણ તેમને કરોડો રૂપિયા કમાવી આપે છે, જે અધિકારી તેના વશમાં ન થાય તેમને સબક પણ શીખવી દે છે, અંદાજે દોઢ વર્ષ પહેલા મોબાઇલ સ્ક્વોર્ડના 3 કર્મચારીઓ એસીબીની ઝપેટમાં આવી ગયા હતા, ત્યારે ચર્ચાઓ હતી કે વિક્રમે જ તેમનો ખેલ પાડી દીધો હતો.  

સ્ક્રેપ, સળિયા અને ગુટખા-તમાકુમાં મહિને લાખોની કમાણી

ખાસ કરીને અહીં સ્ક્રેપ,સળિયા અને ગુટખાની ટ્રકો અને અન્ય ગાડીઓમાં કરોડો રૂપિયાના સામાનની અવર-જવર કરાઇ રહી છે, કૌભાંડીઓ ટેક્સ ભર્યા વગર આ ગાડીઓ ફેરવી રહ્યાં છે, ઘણી વખત વિક્રમની ગાડી પકડાઇ જાય છે તો ગાંધીનગરથી ફોન આવી જતા તેને છોડી દેવી પડે છે.

દેસાઇ અને ભટ્ટ સામે ACB તપાસ જરૂરી 

જીએસટી મોબાઇલ સ્કવોર્ડનો આતંક એવો વધી ગયો છે કે જો તમારા બિલમાં થોડી પણ ટેક્નીકલ ભૂલ હોય તો તમને ધમકાવીને લાખો રૂપિયા પડાવવામાં આવે છે, બીજી તરફ રૂપિયા આગળ નમી જતા અધિકારીઓ સરકારને ટેક્સનું મોટું નુકસાન કરીને કૌભાંડીઓ પાસેથી પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે, વિક્રમ કયા કયા અધિકારીઓને રૂપિયા આપે છે તેની ઉંડી તપાસમાં દેસાઇ અને ભટ્ટ જેવા અધિકારીઓના નામો પણ સામે આવશે તે ચોક્કસ છે, જો આવા અધિકારીઓ સામે સ્ટેટ જીએસટી કમિશનર એસીબી તપાસ કરાવે છે તો વિભાગમાંથી ભ્રષ્ટાચાર થોડો ઓછો થશે તે ચોક્કસ છે.

જીએસટી વિભાગના ઇમાનદાર અધિકારીઓ પણ થાય છે હેરાન

કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને કારણે વિભાગના ઇમાનદાર કર્મચારીઓ-અધિકારીઓએ હેરાનગતિ સહન કરવી પડે છે, ઘણા કિસ્સાઓમાં ના કરવાના કામો પણ કરવા પડે છે. આ સિસ્ટમ હવે બંધ થવી જોઇએ, ગાંધીનગર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે આવા કૌભાંડોને લઇને તપાસ કમિટિની રચના કરીને ભ્રષ્ટાચારીઓ સામે પગલા લેવા જોઇએ.

ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ઝડપી લીધા

ભાવનગર-અમદાવાદ હાઇવે પર નિરમા પાટિયા પાસે પોલીસે શંકાસ્પદ વાહનની તપાસ કરી હતી, જેમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી, જેના બિલો ખોટા હતા અને આ ગાડી વિક્રમની હોવાનું સામે આવ્યું હતુ, વિક્રમે આ મામલે ગાડી છોડી દેવા પોલીસને દમ માર્યો હોવાની વાત ચર્ચાઇ રહી છે, પછી 4 શખ્સોની ધરપકડ કરાઇ છે. વિક્રમની ધરપકડની પણ વાત સામે આવી છે.તો હવે સ્ટેટ જીએસટી કમિશનરે વિક્રમ જેવા કૌભાંડીની તપાસ કરીને તેના વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓને ખુલ્લા પાડવા જોઇએ.વિક્રમના મોબાઇલ ડેટા પરથી અને ટ્રકોના નંબરો પરથી અનેક અધિકારીઓ જેલભેગા થઇ શકે છે, જોવું રહ્યું અમદાવાદ સ્ટેટ જીએસટી ઓફિસ આ મામલે કોઇ કાર્યવાહી કરે છે કે પછી ચૂપ થઇને તમાશો જોવે છે ????

(પાર્ટ-4 માં વધુ પુરાવાઓને આધારે હશે વધુ માહિતી) 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch