Sat,04 May 2024,3:33 am
Print
header

ભાજપના આક્ષેપો કામ ન આવ્યાં, આખરે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરનું ઉમેદવારી પત્ર મંજૂર- Gujarat Post

પતિની અટક ચૌધરી હોવા મુદ્દે પણ વિવાદ

મિલકતોની પુરી માહિતી આપી ન હોવાના આરોપ

અમરેલી: સુરત બાદ અમરેલી લોકસભા બેઠક (amreli lok sabha seat) પર પણ લોકોની નજર હતી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્ કરી નાખવામાં આવ્યું છે, આવી સ્થિતી અમરેલીમાં પણ ઉભી થઇ હતી, જો કે અહીંના કોંગ્રેસ ઉમેદવાર (congress candidate) જેનીબેન ઠુંમરના (Jeny Thumar) ની ઉમેદવારી સ્વીકારી લેવામાં આવી છે.

તેમના ઉમેદવારી પત્રમાં સોગંદનામામાં મિલકત અંગે કોઇ સ્પષ્ટતા નહીં હોવાથી ભાજપ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુંમર સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો હતો. જેને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને લીગલ ટિમ (legal team) કલેકટર ઓફિસ આવી પહોંચી હતી. (collector office) જ્યાં બંન્ને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે  દલીલો થઈ હતી. બંન્ને પક્ષ તરફથી હાઇકોર્ટના વકીલ પણ હાજર રહ્યાં હતા. કલેકટર કચેરીમાં બન્ને પક્ષના આગેવાનોનો જમાવડો જામ્યો હતો. બંને પક્ષોની દલીલ સાંભળ્યાં બાદ બપોરે 12.45 કલાકની આસપાસ જેનીબેન ઠુંમરનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

ત્યારે હવે અહીં ભાજપને મોટો ફટકો માની શકાય છે, છેલ્લા બે દિવસથી જેનીબેનની સંપત્તિ અને જ્ઞાતિને લઇને કોઇને કોઇ વિવાદો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યાં હતા, પરંતુ આજે તેમની ઉમેદવારી મંજૂર થતા કોંગ્રેસ ઉત્સાહમાં છે. આ બેઠક પર ભાજપે ભરત સુતરિયાને મેદાને ઉતાર્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch