Fri,17 May 2024,3:40 pm
Print
header

તમારા બાળકો માટે જોન્સન એન્ડ જોન્સન ટેલ્કમ પાઉડર ખતરો છે, કંપનીએ કરોડો ડોલરનું વળતર ચૂકવવું પડશે

ન્યૂયોર્કઃ વિશ્વભરમાં જોન્સન એન્ડ જોન્સન ટેલ્કમ પાઉડરનો વપરાશ થઇ રહ્યો છે, પરંતુ આ પાઉડરથી કેન્સર જેવા ખતરનાક રોગો થાય છે, બાળકોમાં અંડાશયનું કેન્સર થયાના અનેક કિસ્સા દુનિયાભરમાં સામે આવ્યાં બાદ કંપની સામે અનેક કેસ થયા છે.ખાસ કરીને અમેરિકામાં અનેક લોકોએ કંપની સામે વળતરના દાવા માંડ્યાં છે.

Johnson & Johnson કંપનીએ કેસ કરનારાઓને અંદાજે 6.5 બિલિયન ડોલર( અંદાજે 50 હજાર કરોડ રૂપિયાનું) વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે, આગામી વર્ષોમાં આ વળતર ચૂકવવામાં આવશે, કોર્ટના આદેશ બાદ કંપનીની મુશ્કેલીઓ વધી ગઇ છે અને કંપનીએ પીડિતોને આ રકમ ચૂકવવી પડશે.

Johnson & Johnson નો ટેલ્કમ પાઉડર બાળકો માટે ખતરો

અમેરિકામાં હજારો લોકોએ કોર્ટમાં કર્યાં છે દાવા

કંપનીની મુશ્કેલીઓ વધી, ચૂકવશે વળતર

ખાસ કરીને અમેરિકામાં જ 50 હજારથી વધુ કેન્સરના કેસો સામે આવ્યાં બાદ Johnson & Johnson કંપનીના ટેલ્કમ પાઉડરને લઇને વિવાદ ઉભો થયો છે. કંપનીએ હવે વળતર ચૂકવવું પડશે.Johnson & Johnson ટેલ્કમ પાઉડર નાના બાળકોને લગાવવામાં આવે છે, પરંતુ તેનાથી હવે કેન્સરનો ખતરો વધી રહ્યો છે અને આ પાઉડરનો વપરાશ બંધ કરવો જરૂરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch