Fri,17 May 2024,12:18 pm
Print
header

ગેંગસ્ટર Goldy Brar ની હત્યાનો અહેવાલ ખોટો સાબિત થયો, અમેરિકન પોલીસે કહી આ વાત

ચંડીગઢઃ સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસનું કાવતરું ઘડનારા આતંકવાદી (Goldy Brar) ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા થઈ હોવાની અફવા પર મોડી રાત્રે વિરામ લાગી ગયો હતો. યુએસમાં કેલિફોર્નિયાના ફ્રેસ્નો પોલીસ વિભાગે ગોલ્ડી બ્રારન મોતના સમાચારને નકારી કાઢ્યાં હતા. પોલીસે કહ્યું કે ગોલ્ડી બ્રારની હત્યા અંગે ચાલી રહેલા સમાચાર સાચા નથી. આ ખોટી માહિતી ઈન્ટરનેટ મીડિયા અને ઓનલાઈન ન્યૂઝ એજન્સીઓ પર ફેલાવવામાં આવી રહી છે.

ફેરમોન્ટ હોટલમાં યુવાનો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી

પોલીસે દાવો કર્યો છે કે માર્યા ગયેલો યુવક આતંકવાદી ગોલ્ડી બ્રાર નથી. મંગળવારે કેલિફોર્નિયામાં ફેરમોન્ટ હોટલની બહાર બે યુવકોએ ગોળીબાર કર્યો હતો, જેમાં 30 વર્ષીય યુવકનું હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે અન્યને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ફાયરિંગમાં ઘાયલ અને મૃતક વ્યક્તિની ઓળખ થઈ નથી.

અગાઉ પંજાબમાં એવી અફવાઓ ફેલાઈ હતી કે ગોલ્ડી બ્રાર(Goldy Brar)ની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરંતુ તે પુષ્ટિ થઈ શકી નથી કે માર્યા ગયેલા ગોલ્ડી બ્રાર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ છે.

બ્રારની હત્યાની જવાબદારી લખબીરે લીધી હતી

પંજાબ પોલીસના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, તેમની પાસે ગોલ્ડી બ્રારની હત્યા અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. ગેંગસ્ટર લખબીર સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને આતંકી ગોલ્ડી બ્રારની હત્યાની જવાબદારી લીધી છે.

તેના ફેસબુક એકાઉન્ટમાં તેણે લખ્યું કે ગોલ્ડી બ્રારની હત્યા થઈ છે. વિદેશમાં બેઠો લખબીર પંજાબમાં પણ પોતાનું ગ્રુપ ચલાવી રહ્યો છે અને તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. લખબીર અને લોરેન્સ બિશ્નોઈ બંને પંજાબ સિવાય દેશભરમાં પોતપોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે અને બંને એકબીજાના કટ્ટર હરીફ છે. બંને જૂથો વચ્ચે અનેક વખત જૂથવાદ સર્જાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch