અમદાવાદઃ ધધુંકા તાલુકાના 54 ગામના પાણી પૂરવઠાનું મરામતની કામગીરી કરતા વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. તેમના રહેણાંક મકાનની તપાસ દરમિયાન ડબલ બેડની અંદર સંતાડેલા રૂ.30,00,000 મળી આવ્યાં છે. જે રકમ કબ્જે લઇને અપ્રમાણસર મિલકતની અલગથી તપાસ એસીબીએ હાથ ધરી છે. આ ભ્રષ્ટ બાબુએ લાખો રૂપિયાની લાંચ પહેલા પણ લીધી હતી અને આ રકમ ભેગી કરી હશે, તેના જમીન-મિલ્કતોના રોકાણની પણ ઉંડી તપાસ કરાશે. જ્યારે એસીબીની ટીમે તેના નિવાસસ્થાને પહોંંચી ત્યારે તપાસ કરતા આ રકમ મળી હતી અને અધિકારીઓ તેને જોઇને ચોંકી ઉઠ્યાં હતા, બેડમાંથી રૂપિયાના બંડલ જ નીકળી રહ્યાં હતા. આ રકમ 30 લાખ રૂપિયા થઇ છે અને તેને જપ્ત કરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો ?
વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2), ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકાને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં હતા. આરોપી પાસે લાંચની રકમ 1 લાખ 20 હજાર રિકવર કરવામાં આવી હતી. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, રાણપુર રોડ, ધંધુકામાં પોતાની ચેમ્બરમાં જ આ આરોપીએ લાંચ લીધી હતી.
ફરીયાદી ધંધુકા તાલુકાના 54 ગામના પાણી પૂરવઠાનુ મરામત અને નિભાવણીની કામગીરી કરે છે. કામગીરીના ત્રણ માસના બીલોમાં કપાત નહીં કરવા, બીલો તાત્કાલિત ફોરવર્ડ કરીને મંજૂર કરવા માટે 1 લાખ 20 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આ ભ્રષ્ટ બાબુ સરકારી કેબિનમાં જ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
સરકારના જુદાજુદા વિભાગોના અધિકારીઓ કે કર્મચારીઓ કાયદેસરના પગાર સિવાય જાહેર જનતા પાસે ગેરકાયદેસર લાંચની માંગણી કરે છે તો તમે પણ આ અંગેની જાણ એ.સી.બી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 પર કરી શકો છો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રૂા.૧,૨૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકા, જિ.અમદાવાદના નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨) વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવના રહેણાંક મકાનની ઝડતી દરમિયાન રોકડ રૂા.૩૦,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા ત્રીસ લાખ પુરા) મળી આવ્યા.
— ACB Gujarat (@ACBGujarat) May 3, 2024
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
રૂ. 7.97 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ અને બહેનની ધરપકડ, માફિયાઓનું નેટવર્ક અમદાવાદથી બેંગકોક સુધી | 2026-02-13 14:39:59
રાજુ કરપડાએ ગોપાલ પર લગાવ્યા ગંભીર આરોપ, ઈટાલિયાએ આપ્યો વળતો જવાબ - Gujarat Post | 2026-02-12 16:54:50
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: સુપ્રીમ કોર્ટનો ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ - Gujarat Post | 2026-02-11 18:42:15
અમદાવાદ એરપોર્ટ પરથી રૂ..30 કરોડનું હેરોઈન ઝડપાયું, સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું | 2026-02-10 18:53:36