Mon,06 May 2024,12:08 pm
Print
header

ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post

રશ્મિકાબેન ચૌહાણને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગોધરા બેઠક પરથી ટિકિટ આપી હતી

30થી વધુ કાર્યકરોએ સમર્થન સાથે રાજીનામું આપ્યું

કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો

પંચમહાલઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ભડકો થયો છે. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેને લઈ કોંગ્રેસ અને આપના નેતાઓ, કાર્યકર્તાઓમાં રોષ છે ત્યાં પંચમહાલ કોંગ્રેસમાં પણ જૂથવાદ સામે આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ અને શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના પત્ની તથા ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ બંનેએ અંગત કારણોસર રાજીનામા આપ્યાં હોવાનું જણાવ્યું છે. એવી પણ ચર્ચા છે કે લોકસભાના ઉમેદવારને લઇને દુષ્યંતસિંહ નારાજ હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ઇમેઇલ મારફતે રાજીનામા મોકલવામાં આવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યાં બાદ દુષ્યંતસિંહ ચૌહાણ નારાજ હતા. શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અન્ય હોદ્દેદારો, સરપંચો અને કાર્યકરો સહિત 30થી વધુ લોકોએ રાજીનામા આપ્યાં છે. જેના કારણે હવે પંચમહાલ કોંગ્રેસની કમર તૂટી છે. શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણે લોકસભા ચૂંટણી માટે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર પણ ભર્યું હતું. હવે આગામી દિવસોમાં દુષ્યંતસિંહના વધુ સમર્થકો પણ કોંગ્રેસ છોડશે તેવી અટકળો સેવાઇ રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch