Sat,18 May 2024,2:05 pm
Print
header

તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો

ખેડા:ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. જેને લઈને દરેક રાજકીય પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. દરમિયાન નડિયાદમાં ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને મતદાન કરો ના સંદેશવાળો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન દાદાને કોટી અને ટોપી પહેરાવી નેતાજી જેવો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરે આવતા ભાવિક ભક્તોને મતદાન અચૂક કરો તેવી અપીલ કરવામાં આવી છે. મંદિરમાં મતદાન મહાદાનના પોસ્ટર લગાવવામાં આવ્યાં છે અને દાદાની મૂર્તિ પાસે ઇવીએમ મશીન બનાવવામાં આવ્યું છે. જેમાં મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

મત આપવાની સાથે જ લોકો પર્યાવરણ જતન અંગે પણ જાગૃત થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં દરેક વિધાનસભા બેઠક દીઠ એક એટલે કે કૂલ 21 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવશે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ચૂંટણી પંચ દરેક ચૂંટણી વખતે નવી નવી તરકીબોથી જાગૃતિના પ્રયાસ કરે છે.

વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ તથા ભૂગર્ભ જળનું ઘટતું પ્રમાણ સહિતના કેટલાય એવા ગંભીર પ્રશ્નો છે જે અંગે પણ લોકોને માહિતગાર કરવા જરૂરી છે. લોકો વધુને વધુ પર્યાવરણ સાચવે તે માટે ચૂંટણી પંચ દ્વારા છેલ્લી કેટલીક ચૂંટણીથી ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવે છે. તે મથક પર પર્યાવરણને નુકસાન થાય તેવા કોઇ પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch