Mon,06 May 2024,4:06 am
Print
header

કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post

ન્યાખેડા બાયપાસ પર નાયી આબદી પોલીસ દ્વારા ચૂંટણી સમયે ચેકિંગ કરવામાં આવતું હતું

પોલીસે શંકાને આધારે એક કારને રોકીને તલાશી લીધી હતી

કારમાંથી રોકડ રકમ અને ચાંદીનો જથ્થો મળી આવ્યો  

ઈન્દોરઃ મધ્યપ્રદેશના નાઈ આબાદી પોલીસ સ્ટેશનના સ્ટાફે મંગળવારે વહેલી સવારે મહારાષ્ટ્ર પાસિંગની એક કારમાંથી 1 કરોડ 3 લાખ રૂપિયા રોકડા અને 4 કિલો ચાંદી જપ્ત કરી છે. પોલીસે આ કેસમાં કારના માલિક વિશાલ સોની અને તેમની પત્ની સહિત કારના ડ્રાઈવરની અટકાયત કરી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે વહેલી સવારે, નાય આબાદી પોલીસ સ્ટેશને નયાગાંવ-લેબાર્ડ ચાર લાઇન રોડ પર સ્થિત નયા ખેડામાં ચેકિંગ શરૂ કર્યું હતું. ત્યારે એક કાર મહારાષ્ટ્ર તરફ પસાર થતી હતી. પોલીસે કારને રોકીને તલાશી લીધી હતી.

કારની અંદરથી એક કરોડ ત્રણ લાખ રૂપિયા રોકડા અને ચાર કિલો ચાંદી મળી આવી હતી. કારના માલિક વિશાલ સોની અને તેમના પત્ની તેમના ડ્રાઈવર મુકેશ ધનગર સાથે આ રકમ મહારાષ્ટ્ર તરફ લઈ જતા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

કારના માલિકે ચાલાકીપૂર્વક સ્કીમ બનાવીને બંને સીટ નીચે રોકડ રાખી હતી.આ રકમ હવાલાની હોઇ શકે છે અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેનો દુરુપયોગ થવાની આશંકા છે. રોહિત સોનીએ ઈન્દોરના એક બિઝનેસમેનને ચાંદીના પૈસા કઢાવવા માટે ફેમિલી ટૂરનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ હવાલો પુરો થાય તે પહેલા જ પોલીસે આ લોકોને ઝડપી પાડ્યાં છે.

રોહિતના પિતા મનોહર લાલ સોની બુલિયન માર્કેટમાં જાણીતું નામ છે. તેમના પરિવારના સભ્યો લાંબા સમયથી આવી રીતે યાત્રા કરી રહ્યાં છે.આ સમયગાળા દરમિયાન તેઓ સોનું, ચાંદી અને રોકડનું પરિવહન કરી રહ્યાંનું હવે સામે આવ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch