Sat,04 May 2024,3:59 am
Print
header

મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 લોકોનાં મોત થઇ ગયા

મલેશિયાઃ નેવીના બે હેલિકોપ્ટર પ્રેક્ટીસ દરમિયાન હવામાં જ અથડાયા હતા અને આ અકસ્માતમાં 10 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે. મૃતકો ક્રૂ મેમ્બર હતા.

લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં નેવીનું રિહર્સલ ચાલી રહ્યું હતુ, ત્યારે અચાનક જ બંને હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં અકસ્માત દેખાઇ રહ્યો છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું હતુ, જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું.

નેવીએ આ અકસ્માતના તપાસના આદેશ આપી દીધા છે, હાલમાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અકસ્માત કેમ થયો તેની તપાસ કરી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch