Mon,06 May 2024,8:33 am
Print
header

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post

ભાજપના નેતાઓના વાણીવિલાસથી ભાજપમાં ભંગાણ પડ્યું

કિરીટ પટેલે ક્ષત્રિય રાજાઓની પટરાણી મુદ્દે નિવેદન આપ્યું હતું

જૂનાગઢઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (lok sabha elections 2024) માહોલ જામી રહ્યો છે. રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર (Rajkot lok sabha seat bjp candidate) પરસોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદાસ્પદ નિવેદનનો મામલો હજુ શાંત થયો નથી અને તેની અસર ભાજપમાં દેખાઇ રહી છે.ત્યાં જૂનાગઢ જિલ્લા ભાજપ (Junagadh District BJP president) પ્રમુખ કિરીટ પટેલે કરેલા વાણીવિલાસથી ક્ષત્રિયોમાં રોષ વ્યાપી ગયો છે. જેને લઈ જૂનાગઢના માળીયા હાટીનામા ભાજપનાં ગઢમાં ગાબડું પડ્યું છે અને કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ભાજપના અન્ય બે નેતાઓ વિવાદાસ્પદ ટિપ્પણી કરીને આચાર સંહિતા ભંગના દાયરામાં આવ્યાં છે. આ સંજોગોમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે વાણીમાં સંયમ નહીં જળવાય તો નેતાઓ સામે પગલાં લેવાશે.

વિવાદ થતા નેતાજીએ માંગવી પડી માફી

ભાજપના નેતાઓ હવે ગમે તેમ બફાટ કરી રહ્યાં છે

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાણ્યું છે પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણી અંગેની ફરિયાદ અમારી સમક્ષ આવશે તો તે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના વિવાદિત કેસોમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

નોંધનિય છે કે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કાર્યલયના ઉદ્ઘઘાટનમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કહ્યું કે હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો તે જ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch