Sat,04 May 2024,3:00 am
Print
header

ACB ના હાથે વધુ એક શખ્સ લાંચ લેતા ઝડપાયો, આટલી નાની રકમ માટે થઇ ધરપકડ

ગાંધીધામઃ રાજ્યમાં બાબુઓ લાંચના છટકામાં ફસાઇ રહ્યાં છે. નાની રકમ માટે તે પોતાની નોકરી જોખમમાં મુકી રહ્યાં છે. એ.સી.બી. ગાંધીધામને માહિતી મળી હતી કે ગાંધીધામ ખાતે આવેલી સ્ટરલીંગ હોસ્પિટલમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિક લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. આ કાર્યવાહી સરકારના નિયમોનુસાર ફ્રી કરવાની હોય છે પરંતુ અહીં લાંચ લેવાય છે.

એ.સી.બીને ખાનગી રાહે હકીકત જાણવા મળી હતી કે સ્ટરલીંગ હોસ્પિટલ ખાતે આ આયુષ્માન કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતા ફરજ પરના હર્ષ રાજેશભાઇ ગુર્જર, આયુષ્માન કાર્ડ કાઢી આપનાર ખાનગી કર્મચારી જનતા પાસેથી આયુષ્માન કાર્ડ કાઢી આપવાની અવેજીમાં લાંચ પેટે રૂપિયા 400 થી 500 સુધીની માંગણી કરે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

જેને આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવીને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિકોય છટકામાં આરોપીએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.500 ગેરકાયદેસરની લાંચની માગણી કરી હતી, જે રકમ ડિકોયર પાસેથી હર્ષ ગુર્જર આયુષ્માન હેલ્પ ડેસ્ક કાઉન્ટર પર સ્વીકારતા એસીબીના હાથે પકડાઇ ગયા હતા.

ડિકોય કરનાર અધિકારીઃ ટી.એચ.પટેલ
પો.ઈન્સ, એસીબી કચ્છ પૂર્વ ગાંઘીઘામ

સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ-કચ્છ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch