Sat,04 May 2024,6:24 am
Print
header

અમેરિકાના એરિઝોનામાં બે વાહનો વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

વોંશિગ્ટનઃ અમેરિકાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતના બે વિદ્યાર્થીઓના એરિઝોનામાં માર્ગ અકસ્માતમાં મોત થયા છે. નિવેશ મુક્કા અને ગૌતમ કુમાર પારસી શનિવારની રાત્રે (સ્થાનિક સમય) પિયોરિયામાં કારમાં જઇ રહ્યાં હતા અને તેમની કાર અન્ય કાર સાથે અથડાતાં મૃત્યું પામ્યાં હતા. બંનેની ઉંમર 19 વર્ષની હતી.

બે વાહનોની એકબીજા સાથે ટક્કર થઇ હતી

પિયોરિયા પોલીસનાં જણાવ્યાં અનુસાર અકસ્માત 20 એપ્રિલે સાંજે 6:18 વાગ્યે થયો હતો. રાજ્ય રૂટ 74 ની ઉત્તરે કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર બે વાહનો (સફેદ કિયા ફોર્ટ અને લાલ ફોર્ડ F150) અથડાયા હતા. અથડામણ સમયે એક વ્યક્તિ લાલ રંગની F150 કારમાં મુસાફરી કરી રહ્યો હતો. વ્યક્તિને ગંભીર ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

નિવેશ તેલંગાણાના કરીમનગર જિલ્લાના હુઝુરાબાદ શહેરનો હતો, ગૌતમ જાનગાંવ જિલ્લાના સ્ટેશન ધનપુરનો હતો. બંને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

             iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરાયો

સફેદ કિયા ફોર્ટ કારની અંદર ત્રણ લોકો હતા. ટક્કર એટલી ગંભીર હતી કે ગૌતમ અને નિવેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ ડ્રાઇવરને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ જણાવ્યું કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એન્ડ સ્કોલર્સ સેન્ટર વિદ્યાર્થીઓના ડીન, કાઉન્સેલિંગ સેવાઓ અને હાઉસિંગ પ્રતિનિધિઓ સાથે વિદ્યાર્થીઓના મિત્રોને ઓળખવા અને મદદ કરવા માટે કામ કરી રહ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch