Fri,03 May 2024,10:31 pm
Print
header

Sri Lanka News: શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન સર્જાયો અકસ્માત, 7 લોકોનાં મોત, 23 ઘાયલ

શ્રીલંકાઃ ઉવા પ્રાંતમાં રવિવારે (21 એપ્રિલ)ના રોજ એક મોટી દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ઉવા પ્રાંતમાં રેસિંગ ઇવેન્ટ ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન એક કાર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને સંપૂર્ણપણે અસંતુલિત થઈ ગઈ હતી. આ પછી કારે એક બાળક સહિત ઘણા લોકોને કચડી નાખ્યાં હતા.

આ અકસ્માતમાં 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ કેસની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે 7 લોકોનાં મોત થયા છે તેમાં એક 8 વર્ષનો બાળક અને 4 ટ્રેક આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં લગભગ 1 લાખ લોકો હાજર રહ્યાં હતા

2019 પહેલા આ ઈવેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હતું. આ કાર ઈવેન્ટનું આયોજન શ્રીલંકન સેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ 28મી વખત છે જ્યારે સેનાએ આ કાર રેસિંગ ઈવેન્ટ શરૂ કરી છે. આ ઘટનામાં 7 લોકોનાં મોત થશે તેવો અંદાજ પણ કોઈને ન હતો. રવિવારે દુર્ઘટના સમયે લગભગ 1 લાખ દર્શકો ઇવેન્ટમાં હાજર હતા. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

2019માં આ ઘટનામાં 270 લોકો માર્યાં ગયા હતા

આ રેસિંગ ઈવેન્ટનું આયોજન શ્રીલંકાની સેના દ્વારા નવા વર્ષ નિમિત્તે ઉજવણી તરીકે કરવામાં આવ્યું હતું. 2019 માં ઇસ્ટર સન્ડે પર હુમલા પછી કાર રેસિંગ બંધ કરવામાં આવી હતી. 2019ના આત્મઘાતી હુમલામાં અહીં લગભગ 270 લોકોના મોત થયા હતા. 2019 પછી ફરીથી આ ઇવેન્ટ શરૂ કરવાનું વિચારવામાં આવ્યું હતું પરંતુ કોઈને ખબર નહોતી કે આ ઇવેન્ટમાં શું થવાનું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch