Mon,29 April 2024,11:48 pm
Print
header

ACB ટ્રેપ- મહેસાણામાં ઓડિટર 30 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા

મહેસાણાઃ ફરી એક વખત એસીબીએ લાંચના છટકાનું આયોજન કરીને લાંચિયા અધિકારીને ઝડપી લીધા છે. રાજકોટની ઓફિસ ઓફ ધ પ્રિન્સિપાલ એકાઉન્ટની કચેરીમાં વર્ગ-2 મદદનીશ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઓડિટર સામે મહેસાણામાં કાર્યવાહી થઇ છે.

એસીબીને મળેલી ફરિયાદ મુજબ ઓડિટ કરવા માટે આવેલા અધિકારી દ્વારા ખામી કાઢવામાં આવી રહી હતી અને લાંચની રકમ માંગવામાં આવી હતી. ક્ષય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી લાંચની રકમ માંગવાને લઈને એસીબીને લાંચના છટકાનું આયોજન કર્યું હતુ.
 
એસીબીએ ફરિયાદને આધારે ક્ષય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં લાંચનું છટકુ ગોઠવ્યુ હતુ, દરમિયાન ઓડિટર અધિકારી 30 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

મહેસાણામાં ક્ષય હોસ્પિટલમાં ઓડિટ કરવા માટે રાજકોટના ઓડિટર લખનસિંઘ ગીરધારીલાલ મીણા આવ્યાં હતા.તેઓ  રાજકોટમાં આવેલી ઓફિસ ઓફ ધી પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-1) માં ફરજ બજાવે છે. તેમને ક્ષય હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓને હિસાબી ભૂલો હોવાનું કહીને દબાણ ઉભું કર્યું હતુ અને જો આ ભૂલો ન કાઢવી હોય તો લાંચ આપવી પડશે તેમ કહ્યું હતુ, અંતે ફરિયાદને આધારે એસીબીએ તેમને ઝડપી પાડ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch