Fri,26 April 2024,1:24 pm
Print
header

ખેડા શિક્ષક ભરતી કૌભાંડ, વર્ષો પછી કે.એન.બામણીયા સામે પોલીસે દાખલ કરી એફઆઇઆર- Gujarat Post

નડિયાદઃ વર્ષો જૂના ભરતી કૌભાંડમાં આખરે પોલીસે એફઆઇઆર દાખલ કરી દીધી છે.ખેડા જિલ્લા શિક્ષક ભરતી કૌભાંડમાં નડિયાદ પશ્ચિમ પોલીસે તત્કાલિન જિલ્લા શિક્ષણ અધિકારી કે.એન. બામણીયા સામે ગુનો દાખલ કર્યો છે.જે તે વખતે  અપંગના સર્ટીફિકેટને આધારે 13 ઉમેદવારો પાસેથી લાંચ લઇને તેમને શિક્ષકની નોકરી અપાઇ હતી.

તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન. બામણીયાએ આ લાંચ લીધી હતી, આ અધિકારીએ વર્ષ 2009-10મા કુલ 141 વિદ્યા સહાયકોની ભરતી કરી હતી. સત્તાનો દુરૂપયોગ કરીને ખોટા રેકોર્ડ બનાવીને નોકરી આપવામાં આવી હતી.જેમાં જાગૃત નાગરિકોએ વર્ષો સુધી લડત આપી છે.

જિલ્લા શિક્ષણ સમિતિ ખેડા જિલ્લા પંચાયત દ્વારા 141 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત 21મી ડિસેમ્બર 2009ના રોજ આપવામાં આવી હતી. જે બાદ નિમણૂંક પામેલા વિદ્યા સહાયકોની નિમણૂંકને પાંચ વર્ષ પૂર્ણ થતા કચેરી દ્વારા નિયમિત પગાર ધોરણમાં સમાવવા કાર્યવાહી કરાઇ હતી. જેમાં 10 વિદ્યા સહાયકોને નિમણૂંક આપવામાં આવી હતી પરંતુ તેમના નામ મેરીટ યાદી તેમજ પ્રતિક્ષા યાદીમાં પણ ન હતા. 6 ફેબ્રુઆરી 2016ના રોજ તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યા સહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવ્યાં હતા.વર્ષ 2018માં પણ વધુ 3 ઉમેદવારોએ આ રીતે લાભ લીધો હતો. પરંતુ તપાસમાં આખું સમગ્ર કૌભાંડ સામે આવી ગયું હતુ અને 13 શિક્ષકોની ભરતી ખોટી રીતે કર્યાનું સાબિત થઇ ગયું છે.

હજુ ખેડા જિલ્લામાં અનેક બોગસ સર્ટિફિકેટ પર શિક્ષકો નોકરી કરી રહ્યાં છે, તેમ છંતા તંત્ર દ્વારા આ લોકોની સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી, કેટલાક નેતાઓ પણ આ કૌભાંડમાં સામેલ હતા. તેમ છંતા તેમની સામે પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી, જોવું રહ્યું હજુ ખેડા જિલ્લામાં કેટલા બોગસ શિક્ષકો નીકળશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch