Tue,30 April 2024,3:33 am
Print
header

સનસનીખેજ હત્યા... હરિયાણામાં પૂર્વ ધારાસભ્યની જાહેરમાં હત્યા, 50 રાઉન્ડ ફાયરિંગમાં સુરક્ષાકર્મીનું પણ મોત

હરિયાણાઃ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ છે. બહાદુરગઢમાં પૂર્વ ધારાસભ્ય નફેસિંહ રાઠીની જાહેરમાં જ હત્યા કરી નાખવામાં આવી છે. તેમની કાર પર અંદાજે 50 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતુ, જેમાં તેમના સુરક્ષાકર્મીનું પણ મોત થઇ ગયું છે.

ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફેસિંહ રાઠી જ્યારે કોઇ જગ્યાએ જઇ રહ્યાં હતા ત્યારે જ હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો.તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા.પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. તેમના સુરક્ષાકર્મી જય કિશનનું પણ ગોળી વાગતા મોત થઇ ગયું છે.

ઇજ્જરના બરાહી ફાટક પાસે અચાનક જ કેટલાક હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ અને તેમને અનેક ગોળીઓ વાગી હતી.એક આઇ-10 કારમાં આવેલા હુમલાખોરોએ હત્યાકાંડને અંજામ આપ્યો છે, આ હુમલા પાછળ કોઇ ગેંગ હોવાની આશંકા દેખાઇ રહી છે, પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી જપ્ત કર્યાં છે અને તપાસ શરૂ કરી દીધી છે, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ આ હુમલાને વખોડી કાઢ્યો છે.

રાઠી પર અનેક પોલીસ કેસ હતા, તેઓ ચૌટાલાના નજીકના હતા

નફેસિંહ રાઠી પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નજીકના વ્યક્તિ હતા, તેઓ બહાદુરગઢના જાટવાડાં ગામના રહેવાસી અને જાટ નેતા હતા. તેઓ અહીંથી બે વખત ધારાસભ્ય રહી ચુક્યાં છે. બહાદુરગઢ કોર્પોરેશનના અધ્યક્ષ પણ હતા

2023 માં પૂર્વ મંત્રી માંગેરામ નંબરદારના પુત્ર જગદીશ નંબરદારની આત્મહત્યા બાદ રાઠી સામે ગુનો દાખલ કરાયો હતો, તેમના પર માનસિક ત્રાસ આપવાનો આરોપ હતો, આ ઉપરાંત અનેક કેસો રાઠી સામે નોંધાયા હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch