Fri,26 April 2024,5:14 pm
Print
header

અગાઉના પેપર લિકના કૌભાંડીઓની ધરપકડના ભણકારા, 11 દિવસના રિમાન્ડમાં 15 આરોપીઓ કરશે અનેક ઘટસ્ફોટ

વડોદરાઃ જુનિયર ક્લાર્ક પેપર લિક કાંડના 15 આરોપીઓને ગુજરાત ATSએ વડોદરા કોર્ટમાં હાજર કર્યાં હતા. વડોદરા કોર્ટે તમામ 15 આરોપીઓના 10 ફેબ્રુઆરી સુધીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. 2 વર્ષથી પેપરની તૈયારી કરતા લાખો ઉમેદવારોનું ભાવિ જોખમમાં મુકનારા આરોપીઓને કડક સજા થાય તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.

આ સમગ્ર પેપર લીક કૌભાંડમાં વડોદરાનો ભાસ્કર ચૌધરી મુખ્ય સૂત્રધાર છે, જેની અગાઉ બિહારમાં પેપર લીક કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી હતી. અન્ય આરોપી કેતન બારોટ પણ અગાઉ પેપર લિક કેસમાં સંડોવાયેલો હતો. પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપર લિક થતાં લાખો વિદ્યાર્થીઓ રઝળ્યાં હતા. આ મામલે હવે ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સરકારી વકીલના જણાવ્યાં અનુસાર પ્રદીપ નાયક અને ટોળકી રૂ.7 થી 9 લાખમાં પેપર વેચતા હતા. વેચાણ કિંમત અને આ પ્રકરણમાં અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓના કયા લોકો સંડોવાયેલા છે તે મામલે તપાસ થશે. કેતન બારોટ, હાર્દિક શર્મા અને પ્રદીપ નાયક જેવા આરોપીઓની તપાસમાં અનેક શિક્ષકોના નામો પણ સામે આવી શકે છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરાયો છે.જેથી જે પણ આ પેપર કાંડ સાથે જોડાયેલા છે તે દરેકની તપાસ થશે. કોઇ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. 

પેપર ફૂટી ગયા પછી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની 1181 ખાલી જગ્યાઓ પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જુનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ જેટલા ઉમેદવારોની મહેનત પર  પાણી ફરી વળ્યું હતું. બીજી બાજુ પેપર લિક કાંડમાં ATSએ કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.હવે આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવશે. આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવાશે. તેવું ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદિપ કુમારે જણાવ્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch