Tue,30 April 2024,1:09 am
Print
header

રૂ. 350 કરોડના ડ્રગ્સ કેસમાં થયા અનેક મોટા ખુલાસા, આવી રીતે પકડાયો નશાનો આ જથ્થો- Gujarat Post

સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ડ્રગ્સ માટે સોફ્ટ ટાર્ગેટ

ઇશાક દક્ષિણ આફ્રિકાથી લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો

ગીર સોમનાથઃ ઈરાનથી દરિયાઈ માર્ગે વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા ગીર સોમનાથ SOG દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડા પાડીને અંદાજે રૂ.350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો 50 કિલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ 9 આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે.આ ઓપરેશન બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને રૂ.10 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

આ ડ્રગ્સ કેસની તપાસમાં મોટા ખુલાસા સામે આવ્યાં છે. જેમાં ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયથી મૂર્તઝા નામના ઇસમે કરાવી હતી. જામનગરના જોડિયાનો ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેસીને સૂચનાઓ આપતો હતો અને આ ડ્રગ્સ વેરાવળથી પહેલા રાજકોટ લઇ જવાનું હતુ, પરંતુ તે પહેલા જ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી છે.

એનડીપીએસ, એસઓજી, એટીએસ, મરીન પોલીસ દ્વારા આ તપાસ તેજ

વેરાવળમાંથી ઝડપાયેલો આ ડ્રગ્સનો જથ્થો ઓમાનથી લવાયો હતો, આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં અનેક નવા ઘટસ્ફોટ થયા છે. જ્યારે ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલો આસીફ જામનગર-રાજકોટ વચ્ચે ઇકો ગાડી ચલાવે છે, તેને આ ડ્રગ્સ રાજકોટ લઇ જવા માટે કહેવામાં આવ્યું હતુ અને ગાડી લઇને તે જથ્થો લેવા આવ્યો ત્યારે જ તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો, તેને 50 હજાર રૂપિયા આ ડિલિવરીના મળવાના હતા, આસીફે અગાઉ પણ આવી રીતે ડિલિવરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch