Fri,26 April 2024,3:55 pm
Print
header

Breaking News- ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધ દરિયામાં ઓપરેશન, બોટમાંથી અંદાજે 425 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

મધ દરિયામાં ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન 

ભાગી રહેલી બોટનો પીછો કરીને પાર પાડવામાં આવ્યું ઓપરેશન 

કચ્છઃ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે દરિયામાં ઓપરેશન પાર પાડીને 61 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત 425 કરોડ રૂપિયા જેટલી થાય છે, સાથે જ બોટમાં આવેલા 5 ઇરાની નાગરિકોને પણ ઝડપી પાડવામાં આવ્યાં છે. પોરબંદર પાસેના દરિયામાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

ઇરાની બોટમાંથી મળ્યું ડ્રગ્સ 

પાંચ ઇરાની નાગરિકોની કરાઇ ધરપકડ 

ગુજરાત ATS ને ડ્રગ્સની બોટની બાતમી મળી હતી, જેથી ICG એ તેના બે ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા બેહન અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કરી દીધા હતા. ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ બોટને ઘેરી લેવામાં આવી હતી, જે ઓખાથી 340 કિમી દૂર હતી, બાદમાં આ બોટની તલાશી લેતા તેમાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો.આ હેરોઇનનો જથ્થો ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તે મામલે એજન્સીએ તપાસ હાથ ધરી છે.હાલમાં આ બોટને ઓખા લાવવામાં આવી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch