Mon,29 April 2024,1:03 pm
Print
header

Fact Check News: ગુજરાતમાં નોકરીઓ સહિત બધે અનામત પ્રથા ખતમ કરાઇ હોવાનો આ દાવો ખોટો છે, જાણો અમારી તપાસમાં કંઇ વાત આવી સામે

Fact Check News: ગુજરાતમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે ગુજરાત હાઈકોર્ટે અનામતને સંપૂર્ણપણે નાબૂદ કરીને ઐતિહાસિક નિર્ણય આપી દીધો છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં અનામતને વખોડી કાઢવામાં આવ્યું છે.

Fact Check News: પરંતુ અમારી ઉંડી તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાત હાઈકોર્ટે આવો કોઈ જ નિર્ણય આપ્યો નથી. ગુજરાતમાં હજુ પણ નિયમો મુજબ આરક્ષણ લાગુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ દાવો ખોટો છે,જે અગાઉ પણ વાયરલ થયો હતો. વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે કીવર્ડ્સનો ઉપયોગ કરીને ફેસબુક પર સર્ચ કર્યું. અમને જાણવા મળ્યું કે આ પોસ્ટ પહેલા પણ ઘણી વખત વાયરલ થઈ ચૂકી છે. અમે હાઇકોર્ટની વેબસાઇટ તપાસ તો ત્યાં આવું કંઇ જ ન હતુ. સાથે જ અમે કેટલાક સરકારી અધિકારીઓ સાથે મોબાઇલ પર વાત કરીને સત્યા સામે લઇ આવ્યાં.

Fact Check News: પછી અમે 11 સપ્ટેમ્બર 2015ના સમાચારની એક લિંક શોધી તો તેમાં લખવામાં આવ્યું હતુ કે, ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે મેરીટોરીયસ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો (MRCs) જેમણે જનરલ કેટેગરીના કટ ઓફ માર્ક્સ કરતા વધુ માર્ક્સ મેળવ્યાં હોય અને જો તેઓએ ઉપલી વય મર્યાદામાં વયમાં છૂટછાટ મેળવી હોય, તો તેઓનો સમાવેશ કરવામાં આવશે. તેમને જનરલ કેટેગરીની યાદીમાં મૂકી શકાતા નથી. સમાચારમાં ક્યાંય અનામત ખતમ કરવાની વાતનો ઉલ્લેખ નથી.

Fact Check News: અમે આ કીવર્ડનો ઉપયોગ કરીને ગુગલ પર ઓપન સર્ચ કર્યું. કોઈ પણ વેબસાઈટ પર આવા કોઈ સમાચાર મળ્યાં જ નહીં, જો હાઈકોર્ટે આવો નિર્ણય આપ્યો હોત તો મીડિયામાં આ અંગેના સમાચાર આવ્યાં જ હોત, ટીવી ચેનલો અને સમાચાર પત્રોમાં પણ આ વાત દેખાઇ જ નથી.

અમને જાન્યુઆરી 2019ના રોજ અમર ઉજાલામાં પ્રકાશિત થયેલા સમાચારની એક લિંક મળી. જે મુજબ ગુજરાત ગરીબોને અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ગરીબ સવર્ણોને આર્થિક આધાર પર અનામત આપવામાં આવશે. આ શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં લાગુ થશે. જો કે તેમાં ક્યાંય અનામત સંપૂર્ણ ખતમ કરવાનો ઉલ્લેખ નથી. આ સમાચાર ગુજરાતમાં ઇબીસી લાગુ કરાયા પર હતા. ત્યારે અનામત ખતમ થયાની વાત અફવા અને લોકોને ગેરમાર્ગે દોરનારી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch