Mon,20 May 2024,8:48 pm
Print
header

ભાજપ પર 4-5 લોકોનો કબ્જો, હું ભાજપમાંથી રાજીનામું આપી રહ્યો છુંઃ જય નારાયણ વ્યાસ- Gujarat Post News

ગાંધીનગરઃ પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જય નારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે, તેઓએ કહ્યું કે ભાજપમાં માત્ર 4-5 લોકો કબ્જો જમાવીને બેઠા છે, જે પાર્ટીને નુકસાન કરી રહ્યાં છે. હું વિધાનસભા ચૂંટણી લડવાનો છું, અગાઉ તેમને કોંગ્રેસ નેતા અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. ત્યારે જ લાગતું હતુ કે તેઓ કંઇ નવા જૂની કરશે. જો કે આ મુલાકાત રાજકીય ન હોવાનું તેમને જણાવ્યું હતુ.

તેઓ વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યાં હતા. ગુજરાતમાં આરોગ્ય મંત્રાલય પણ સારી રીતે સંભાળ્યું હતુ, પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં સાઇડ લાઇન હતા અને ભાજપના કોઇ કાર્યક્રમોમાં પણ દેખાતા ન હતા.અનેક વખતે તેમને મોદી અને ભાજપની ટીકા કરી હતી. સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યાં હતા.

જય નારાયણ વ્યાસે કહ્યું કે હવે હું સિદ્ધપુરની જનતાની સેવા કરીશે, તેમના માટે આપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ દરવાજા ખુલ્લા મુક્યાં છે, આગામી દિવસોમાં તેઓ પોતાની રણનીતિ નક્કિ કરશે.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch