Thu,02 May 2024,6:21 am
Print
header

કેજરીવાલે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા, ભાજપને લઇને કહી આ વાત

ભાજપે મંત્રી પદ અને 100 કરોડ રૂપિયાની લાલચ આપી હતીઃ કેજરીવાલ 

ભગવંત માને ભાજપની તુલના ડાકુઓ સાથે કરી

ભરૂચઃ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હેરાન કરી રહ્યું હોવાના આરોપો વચ્ચે કેજરીવાલે મોટી સભા કરી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક માટે જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરતા કહ્યું કે તેઓ હવે લોકસભાના અમારા ઉમેદવાર પણ છે. કેજરીવાલ પંજાબના સીએમ ભગવંત માન સાથે જેલમાં ચૈત્ર વસાવાને મળવા ગુજરાત પણ પહોંચ્યાં હતા.

જાહેર સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો છે કે ભાજપે ચૈતર વસાવાને મંત્રી પદ અને 100 કરોડ રૂપિયાની લાલચ આપી હતી, પરંતુ વસાવાએ તમામ વૈભવ છોડીને આદિવાસી સમૂદાય સાથે ઉભા રહેવાનું પસંદ કર્યું છે. પંજાબના સીએમ ભગવંત માને ભાજપની તુલના ડાકુઓ સાથે કરી હતી અને કહ્યું કે તેઓ લૂંટ કરીને સિલિન્ડર સસ્તા કરવાની ઉજવણી કરે છે.

વન કર્મચારીઓ પર હુમલાના કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા   કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં હતા.

અરવિંદ કેજરીવાલે શું કહ્યું ?

ભરૂચ જિલ્લામાં નૈત્રંગમાં સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે જે પણ ભાજપ વિરુદ્ધ બોલે છે તેને કચડી નાખવાનો પ્રયાસ કરે છે. ભાજપ સરકારે ચૈતર વસાવાની પત્ની શકુંતલાને પણ જેલમાં ધકેલી દીધા છે, આ આદિવાસી સમાજનું અપમાન છે. તેમણે સભામાં ઉપસ્થિત લોકોને ચૈતર વસાવા સાથે ઉભા રહેવા અને સમાજની પુત્રવધૂ અને પુત્રને જેલમાં પુરાવનારાઓ સામે અપમાનનો બદલો લેવા જણાવ્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch