Tue,21 May 2024,3:52 pm
Print
header

ફરીથી ઇન્ડોનેશિયામાં રુઆંગ (ruang) જ્વાળામુખી ફાટ્યો...હજારો લોકોનું સ્થળાંતર કરાયું

જાકાર્તાઃ ફરી એક વખત ઇન્ડોનેશિયામાં(ruang) જ્વાળામુખીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અચાનક જ રુઆંગ જ્વાળામુખી સક્રિય થતા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, દૂર દૂર સુધી જ્વાળામુખીની રાખ હવામાં ઉડતી નજર આવી રહી છે.

તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, લોકોને જ્વાળામુખીની આસપાસથી દૂર કરી દેવામાં આવ્યાં છે. અહીના સરકારી તંત્રએ સુનામીની પણ ચેતવણી જાહેર કરી છે, દરિયા કિનારાના વિસ્તારથી લોકોને ખસેડી લેવામાં આવ્યાં છે. ચેતવણી આપવામાં આવી છે કે લોકો દરિયા કિનારાના વિસ્તારોનો પ્રવાસ ટાળે.

રુઆંગ જ્વાળામુખીને કારણે આસપાસના અનેક ગામોમાં એલર્ટ છે, લોકોને ખસેડવામાં આવી રહ્યાં, નજીકના એરપોર્ટ પર પણ સુરક્ષાના પગલા લેવામાં આવ્યાં છે, જેથી વિમાનોને કે રનવેને કોઇ નુકસાન ન થાય, કેટલાક ગામોમાં જ્વાળામુખીની રાખ સાથે નાના પથ્થર પડવાના બનાવ સામે આવ્યાં છે. આ પહેલા પણ અનેક વખતે રુઆંગ જ્વાળામુખી સક્રિય થયો હતો, જો કે આ વખતે અહીં મોટા બ્લાસ્ટ પણ થઇ રહ્યાં છે અને તેનો અવાજ દૂર દૂર સુધી સાંભળી શકાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch