Gujarat Post Fact Check: લોકસભા ચૂંટણીના (lok sabha elections 2024) બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રીજા તબક્કાનું (3rd phase voting) 7 મેના રોજ મતદાન થશે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ (viral message) થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પશ્વિમ બંગાળમાં એકથી વધુ નકલી મત (fake voting) આપવા માટે નકલી આંગળીઓનું (prosthetic finger) વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અમારા ફેક્ટ ચેક દરમિયાન એક તસવીર મળી જોવા.જેમાં તેલુગુમાં લખવામાં આવ્યું છે કે વોટમાં છેડછાડ કરવા માટે નકલી આંગળીઓ બનાવવામાં આવી રહી. નકલી મત આપવા માટે નકલી આંગળીઓ બનાવવામાં આવી રહી છે.તમે કહી શકતા નથી કે તે વાસ્તવિક છે કે નકલી. મતદાન કાર્યકરોને તેમની આંગળીઓ પર શાહી લગાવીને મૂર્ખ બનાવી શકાય છે. જુઓ દેશ શું કરી રહ્યો છે.
Gujarat Post Fact Check: ફેક્ટ ચેક દરમિયાન, અમને 16 ડિસેમ્બર, 2013 ના રોજ પત્રકાર 'અકીકો ફુજીતા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલમાં એક વાયરલ તસવીર પણ મળી. રિપોર્ટની હેડલાઈન છે કે કૃત્રિમ આંગળીઓ ભૂતપૂર્વ 'યાકુઝા' સભ્યોને સુધારવામાં મદદ કરે છે.
જાપાનના એબીસી ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે જાપાની પ્રોસ્થેટિક્સ ઉત્પાદક 'શિન્ટારો હયાશી'ને જાપાનમાં ગુનાહિત જૂથ 'યાકુઝા'ના સભ્યો પાસેથી કૃત્રિમ આંગળીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. 'યાકુઝા' જૂથમાં "યુબિટસુમ" નામની ધાર્મિક વિધિ દરમિયાન, યાકુઝા સભ્યોએ ગુનાઓનું પ્રાયશ્ચિત કરવા પોતાના અંગો કાપી નાખવા જરૂરી હોવાની માન્યતા છે. પછી જ્યારે તેઓ સામે આવે છે, ત્યારે તેઓ ગુમ થયેલી આંગળીઓ સાથે જોડાયેલા કલંકને કારણે કામ શોધવામાં મુશ્કેલી અનુભવે છે. જેથી કાપેલી આંગળીઓ છુપાવવા તેઓ 'શિન્તારો હયાશી' દ્વારા બનાવટી આંગળીઓ મેળવતા હતા.
જેથી આ દાવો ખોટો છે અને વિદેશની સ્ટોરીને લઇને ભારતમાં અફવા ફેલાવવામાં આવી રહી છે, ચૂંટણીઓમાં તમે પણ આવી અફવાઓથી દૂર રહેજો અને કોઇની ખોટી વાતો સાચી ન માની લેતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
FACT CHECK: નિહંગ જૂથ અને પોલીસ વચ્ચેની અથડામણનો આ વીડિયો CJP ના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત નથી | 2026-07-28 09:33:01
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
Fact check: યુરોપમાં પડેલી ભયાનક ગરમીના નામે વાયરલ થઈ રહેલા આ વીડિયો પાછળની અસલી હકીકત જાણો | 2026-07-04 10:01:05