Wed,22 May 2024,5:36 am
Print
header

લંડનમાં પાગલની જેમ એક શખ્સે જાહેરમાં તલવારથી કર્યો હુમલો, અનેક લોકો ઘાયલ

બ્રિટનઃ લંડનમાં એક વ્યક્તિએ અચાનક જ અનેક લોકો પર તલવારથી હુમલો કરી દીધો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના નોર્થ-ઈસ્ટ લંડનમાં બની હતી. આ વ્યક્તિએ તલવાર વડે હુમલો કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘણા લોકો પર છરીથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર હુમલાખોર 36 વર્ષનો હતો. તે એક મોટી તલવાર બતાવી રહ્યો હતો અને હેનોલ્ટમાં નાગરિકો ઉપરાંત બે અધિકારીઓ પર હુમલો કર્યો હતો.

ઉત્તર-પૂર્વ લંડનના હેનોલ્ટમાં જાહેર સ્થળે લોકો અને પોલીસ અધિકારીઓ પર ભયાનક હુમલો કર્યાં બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, થર્લો ગાર્ડન્સ વિસ્તારમાં એક મકાનમાં ઘૂસી જતાં લોકોને છરા પણ માર્યાં હતા.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં 

પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના સ્થળેથી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલ કસ્ટડીમાં છે. હેનોલ્ટમાં ગંભીર ઘટના જાહેર કરવામાં આવી છે. ઘણી જગ્યાએ સ્ટેશનો અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે.

આ ઘટનાનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી: પોલીસ

પોલીસે જણાવ્યું  કે આ વ્યક્તિએ નાગરિકો અને બે અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને આ ઘટના આતંકવાદ સાથે સંકળાયેલી હોય તેવું લાગતું નથી, એક વ્યક્તિએ જણાવ્યું કે બહાર બૂમોનો અવાજ સાંભળીને તે જાગી ગયો હતો અને પછી તેને જોયું કે કોઈ બાળકને છરી મારતું હતું. પછી પોલીસ આવી હતી. હુમલાખોર યુવક સ્ટેશન તરફ ભાગી ગયો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch