Wed,22 May 2024,4:05 am
Print
header

T- 20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને આ વખતે મળ્યો મોકો ?

અમદાવાદઃ ICC T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 30 એપ્રિલના રોજ અમદાવાદમાં મળેલી બેઠકમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી. બીસીસીઆઈના સચિવ જય શાહ અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સહિતના પદાધિકારીઓ હાજર હતા. અગરકર દિલ્હીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ મળ્યાં હતા. ICC T-20 વર્લ્ડકપ 1 થી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાની છે.

ઋષભ પંત ચીફ વિકેટકીપર

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કાર અકસ્માત બાદ પરત ફરેલા રિષભ પંતે પોતાના જોરદાર પ્રદર્શનના આધારે T-20 વર્લ્ડકપની ટિકિટ જીતી લીધી હતી. પસંદગીકારોએ તેને મુખ્ય વિકેટકીપર તરીકે ટીમમાં જગ્યા આપી છે. સંજુ સેમસનને બીજા વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શુભમન ગિલ-રિંકુ સિંહ રિઝર્વ

15 સભ્યોની ટીમમાં શુભમન ગિલ અને રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ બંને ક્રિકેટરોને રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યાં છે. ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને અવેશ ખાન પણ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ચારેય રિઝર્વ ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા પ્રવાસ પર ભારતીય ટીમ સાથે હશે.

હાર્દિક પંડ્યા પર ભરોસો

પસંદગીકારોએ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. પંડ્યાને ટીમના વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ઉપરાંત શિવમ દુબેની પણ ટીમમાં પેસ ઓલરાઉન્ડર તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્પિન ઓલરાઉન્ડરોમાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે.

વિરાટ કોહલી પર સસ્પેન્સનો અંત આવ્યો

વિરાટ કોહલીની પસંદગી પરની શંકાઓનો પણ અંત આવ્યો છે. IPL 2024 દરમિયાન, વિરાટ કોહલીની આ વાતને લઈને ટીકા થઈ રહી હતી કે તેનો સ્ટ્રાઈક રેટ ઓછો છે. પરંતુ પસંદગીકારોએ કોહલીને ટીમમાં જાળવી રાખ્યો છે. ભારતીય ટીમનો ટોપ ઓર્ડર રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની આસપાસ ફરશે.

T20 વર્લ્ડ કપ 2024ની ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ. અનામત: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch