Tue,21 May 2024,9:18 pm
Print
header

અમેરિકન મીડિયાનો અહેવાલ...ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય અધિકારીઓની ભૂમિકા હોવાનો દાવો

વોંશિગ્ટનઃ અમેરિકન નાગરિક અને ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ માટે ભારતીય અધિકારીઓ વિરુદ્ધ આરોપ લાગ્યા છે. અમેરિકન અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે, પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે તે પૂર્વ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના (RAW) અધિકારી છે અને તેમનું નામ વિક્રમ યાદવ છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને આ કાવતરા વિશે ખબર હતી અથવા તેમને મંજૂરી આપી હતી, રિપોર્ટમાં યુએસ અધિકારીઓને ટાંકવામાં આવ્યું હતું કે ડોભાલને વિદેશમાં શીખોની હત્યા કરવાની RAWની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંબંધમાં કોઈ અધિકૃત પુરાવા મળ્યાં નથી.

વોશિંગ્ટન પોસ્ટ સાથે વાત કરતા ભૂતપૂર્વ ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ગોયલ અને ડોભાલ બંનેથી પરિચિત હતા અને ડોભાલની મંજૂરી વગર ગોયલ અમેરિકામાં હત્યાનું ષડયંત્ર કરી શક્યા ન હોત, ગત વર્ષે નવેમ્બરમાં, યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકે ભારત સરકારના એક અધિકારીના આદેશ પર યુ.એસ.માં એક વ્યક્તિની હત્યાનો આદેશ આપ્યો હતો.

તેમને પન્નુની હત્યાના કાવતરાને જૂનમાં કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે પણ સરખાવ્યું હતુ. ચેક રિપબ્લિકમાં ધરપકડ થયા બાદ ગુપ્તા હાલમાં યુએસ દ્વારા પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે. પન્નુ યુએસ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે અને ભારતમાં પ્રતિબંધિત 'સિખ ફોર જસ્ટિસ' નામના જૂથ માટે વકીલ તરીકે કામ કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પન્નુને આતંકવાદી જાહેર કર્યો છે.

વોશિંગ્ટન પોસ્ટે ભૂતપૂર્વ ભારતીય સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં થોડા વર્ષો કામ કર્યા પછી યાદવને RAW માં નિયુક્ત કરવામાં આવ્યાં હતા. પરિણામે યાદવ પાસે અમેરિકામાં હાથ ધરવામાં આવનારા આવા ઓપરેશન માટે ‘જરૂરી તાલીમની કમી હતી.

અમેરિકી વકીલના જણાવ્યાં અનુસાર યાદવ અને નિખિલ ગુપ્તા પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યાં હતા. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં ભૂતપૂર્વ ભારતીય અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ષડયંત્રની નિષ્ફળતા પછી યાદવને આ જવાબદારી સોંપવાના નિર્ણયને લઈને RAWની અંદર આરોપો અને પ્રતિ-આક્ષેપો થયા હતા. એક પૂર્વ અધિકારીએ જણાવ્યું કે આ નિષ્ફળ ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ 'યાદવ'ને CRPFમાં પરત મોકલવામાં આવ્યાં હતા

ભારતનો તપાસનો દાવો

અમેરિકી વકીલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે ભારતે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી, પરંતુ સમિતિમાં કોણ કોણ છે અને તપાસ કયા તબક્કે પહોંચી છે તેની કોઈ માહિતી નથી.

25 એપ્રિલે યોજાયેલી છેલ્લી મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે 'ઉચ્ચ સ્તરીય સમિતિ યુએસ પક્ષ દ્વારા શેર કરવામાં આવેલી ઘણી માહિતીની તપાસ કરી રહી છે, કારણ કે તે આપણી રાષ્ટ્રીય સુરક્ષાને સમાન રીતે અસર કરે છે.

ભારત સરકારે મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં 'ગંભીર મામલામાં અયોગ્ય અને પાયાવિહોણા આરોપો' લગાવવામાં આવ્યાં છે અને આ મામલાની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે અમેરિકી સરકારને પન્નુની હત્યાના કથિત કાવતરાની જાણ થઈ, ત્યારે તેણે ભારત વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવાનું ટાળ્યું, પરંતુ ભારત સરકાર પર જે લોકો સામેલ હતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આરોપ છે તે આ ષડયંત્ર માટે જવાબદાર છે. જો કે પન્નુ હાલમાં પણ વારંંવાર ભારતને ધમકીઓ આપી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch