Fri,26 April 2024,10:49 am
Print
header

શું હાર્દિક પટેલ અને નરેશ પટેલ ભાજપમાં સામેલ થશે ? Gujarat Post

(ફાઇલ તસવીર)

  • હાર્દિક પટેલે કોંગ્રેસથી છેડો ફાડતી વખતે લખેલા લેટરમાં ભાજપના કર્યાં હતા ભરપેટ વખાણ
  • નરેશ પટેલે હજુ ક્યા પક્ષમાં જોડાવું તેને લઈ મગનું નામ મરી નથી પાડ્યું

અમદાવાદઃ હાર્દિકે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ તેણે હાલમાં કોઈ પક્ષમાં નહીં સામેલ થાય તેમ કહ્યું છે. ખોડલધામના નરેશ પટેલ કયા પક્ષમાં સામેલ થશે તેને લઇને હજુ સસ્પેન્સ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાર્દિક પટેલ અને નરેશ પટેલ બંને ભાજપમાં જોડાઇ શકે છે.આ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

નરેશ પટેલ રાજકારણમાં કયા પક્ષમાં સક્રિય થશે કે નહીં તે ટૂંક સમયમાં નક્કી જઈ જશે. રાજકોટ નજીક આટકોટમાં PM આવી રહ્યાં છે ત્યારે નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇ જાહેરાત થાય તેવી અટકળો છે. રાજકોટમાં નરેશ પટેલે મીડિયાકર્મીઓ સાથે સ્નેહ મિલન યોજ્યું છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આમંત્રિત કરતા નરેશ પટેલ મોટી જાહેરાત કરશે તેવી અટકળો થઈ રહી છે. 

હાર્દિક પટેલ મેના અંતમાં ભાજપમાં જોડાશે તેવી વાત સામે આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે હાર્દિકે લખેલા લેટરમાં તેણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અને રામ મંદિર જેવા મુદ્દે ભાજપના વખાણ કર્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch