Thu,02 May 2024,6:16 pm
Print
header

બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post

અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ
https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક

રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો આંદોલન ઉગ્ર બનશે

ક્ષત્રિયો ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા તૈયાર

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ભરવાનો અને પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ક્ષત્રિયોના આંદોલનને કારણે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજકોટના ઉમેદવાર રૂપાલા ફોર્મ પાછુ ખેંચશે કે કેમ તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને તે આધારે નવી રણનીતિ નકકી કરશે.જો કે, રૂપાલાને ભાજપે મેન્ડેટ આપી દીધો છે એટલે ફોર્મ પરત ખેંચવાની વાત પર પૂર્ણવિરામ મુકાયુ છે. જો કે ભાજપ હાઈ કમાન્ડ રૂપાલા વિવાદની અસર અન્ય રાજ્યોમાં ન પડે તે માટે તેમની પાસે બપોર બાદ ફોર્મ પરત ખેંચવાની જાહેરાત કરાવી શકે છે તેમ સૂત્રોનું માનવું છે.

અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આજે બપોરે બે વાગ્યા પછી ક્ષત્રિય સમાજની સંકલન સમીતીની બેઠક યોજાશે જેમાં આંદોલનની ભાવિ રણનીતિ ઘડાશે. ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ વિધાનો સામે રૂપાલાને માફ કરવાના મતમાંથી નથી. ક્ષત્રિયો વિરૂધ્ધ ટિપ્પણી કરતાં રુપાલા સામેનો વિવાદ વધુ વકર્યો છે. સરકાર સાથેની બેઠક પણ નિષ્ફળ રહી છે. એટલુ જ નહીં, ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સ્પષ્ટ કર્યુ છે કે, રૂપાલાએ દિલથી માફી માંગી લીધી છે. ક્ષત્રિયો માફ કરી દેશે. અમિત શાહે પણ સંકેત આપ્યાં છે કે, કોઈ બદલાવ નહીં થાય. ક્ષત્રિયોની માગ સ્વિકારવાનો સવાલ જ નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

WWW.GUJARATPOST.IN ગુજરાત, દેશ અને વિદેશના સમાચારો માટે એપ ડાઉનલોડ કરો.

વાંચો....રાજનીતિ, ક્રાઇમ, રમત-ગમત, હેલ્થ, બિઝનેસ, રોજ બરોજની ઘટનાઓ સહિતના ઝડપી સમાચારો

Android ફોનમાં ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લીક કરોઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

માટે ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લીક કરોઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch