Tue,30 April 2024,1:03 am
Print
header

આ મોદી પાવર છે..17 ભારતીયોને મુક્ત કરવામાં આવશે, જયશંકરે ફોન કરતાની સાથે જ ઈરાને વાત માની લીધી

ઇરાને ભારતની વાત તરત જ માની લીધી

ભારતીયોને મુક્ત કરવાની કવાયત શરૂ

નવી દિલ્હી: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારત કાર્ગો જહાજ 'MSC Aries' ના 17 ભારતીય ક્રૂ સભ્યોની સલામતી અને વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ઈરાન સાથે સતત સંપર્કમાં છે. ઈરાને કહ્યું છે કે ભારતીય પ્રતિનિધિઓને ટૂંક સમયમાં 'MSC Aries'ના ભારતીય ક્રૂ મેમ્બર્સને મળવાની મંજૂરી આપવામાં આવશે. ઈરાને આ ખાતરી ત્યારે આપી જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર ઈરાનના સમકક્ષ અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી રહ્યાં હતા.

આ વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન દ્વારા અટકાયતમાં લેવાયેલા MSC Aries જહાજમાં 17 ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાની સૈન્યએ ઈઝરાયેલના ઉદ્યોગપતિની આંશિક માલિકીની કંપનીનું કાર્ગો જહાજ કબ્જે કર્યું હતું, જેમાં 17 ભારતીય નાગરિકો હતા, જેઓ તેમને મુક્ત કરવા ઈરાનના સંપર્કમાં છે.

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે વિદેશ પ્રધાન જયશંકરે રવિવારે વાત કરી હતી. વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે તેમણે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા કબ્જે કરાયેલા ઇઝરાયેલના કાર્ગો જહાજમાં હાજર 17 ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવા અમીર અબ્દુલ્લાહિયન સાથે પણ વાત કરી હતી.

વિદેશ મંત્રીએ ટ્વિટર પર લખ્યું, આજે સાંજે (રવિવારે સાંજે) ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી અને MSC Aries ના 17 ભારતીય ક્રૂ મેમ્બરની મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા તણાવને ટાળવા અને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી.

વાતચીત પછી ઈરાનના વિદેશ પ્રધાન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું કે તેઓ અટકાયતમાં લેવાયેલા જહાજ સાથે સંબંધિત વિગતો પર નજર રાખી રહ્યાં છે, ટૂંક સમયમાં જ જપ્ત કરાયેલા જહાજના ક્રૂ સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની બેઠક કરશે.

ભારતે તેમના નાગરિકોની સલામતી અને વહેલા મુક્તિ સુનિશ્ચિત કરવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા તેહરાન અને નવી દિલ્હી બંનેમાં ઈરાની અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે. 12 દિવસ પહેલા સીરિયામાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch