Tue,30 April 2024,4:23 am
Print
header

મને કોઈ નથી કહેતું કે વિપક્ષના કેટલા નેતાઓ જેલમાં છે, EDની કાર્યવાહી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો ખુલાસો

(ફોટોઃસૌ. એએનઆઇ)

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા વિરોધીઓને જેલમાં મોકલવાના આરોપોને ફગાવી દેતાં પીએમ મોદીએ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા મોટા ભાગના કેસો એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ છે જેનો ભ્રષ્ટ છે. એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઈમાનદાર વ્યક્તિને ડરવાની જરૂર નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને પાપનો ડર હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલા વિપક્ષી નેતાઓ જેલમાં છે. મને કોઈ કહેતું નથી અને શું આ એ જ વિપક્ષી નેતાઓ છે જે પોતાની સરકાર ચલાવતા હતા ? આ પાપનો ડર છે. પ્રામાણિક વ્યક્તિને શું ડર લાગે છે ? જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે તેઓએ મારા ગૃહમંત્રીને જેલમાં ધકેલી દીધા હતા. દેશે સમજવું જોઈએ કે ED કેસોમાં માત્ર 3 ટકા રાજકીય નેતાઓ સામેલ છે અને 97 ટકા કેસ એવા લોકો સામે નોંધાયેલા છે જેઓ રાજકારણથી સંબંધિત નથી.

રૂ. 5000 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી

તેમણે કહ્યું કે તેઓ કાં તો ડ્રગ્સ માફિયા છે કે પછી એવા અધિકારીઓ છે જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, બેનામી સંપત્તિ ઉભી કરનાર કેટલાક અધિકારીઓ સામે તેમને જેલમાં મોકલવામાં આવ્યાં છે. વડાપ્રધાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું કે 2014 માં કેન્દ્રમાં ચાર્જ સંભાળ્યાં પછી કેન્દ્રીય એજન્સીએ ભ્રષ્ટાચારનો સામનો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. PMએ પૂછ્યું કે 2014 પહેલા EDએ માત્ર 5000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. શું કોઈએ EDને કાર્યવાહી કરતા અટકાવ્યું અને કોને ફાયદો થઈ રહ્યો હતો ? મારા કાર્યકાળ દરમિયાન દેશમાંથી 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. શું આ આપણા લોકોના પૈસા નથી ?

70 નાની ટ્રક ભરાય એટલી રોકડ જપ્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે 2200 કરોડ રૂપિયા રોકડા રિકવર કર્યાં છે, જ્યારે 2014 પહેલા ED માત્ર 34 લાખ રૂપિયા રોકડ રિકવર કરી શકી હતી, જે સ્કૂલ બેગમાં લઈ જઈ શકાતા હતા, જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન વસૂલ કરવામાં આવેલા પૈસા લઇ જવા માટે નાના 70 ટ્રકોની જરૂર પડી હતી. 2200 કરોડનો અર્થ છે કે ઇડી સારું કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારે દેશને બરબાદ કરી નાખ્યો છે અને તેની સાથે પૂરી તાકાતથી સામનો કરવો પડશે.

આપણે ભ્રષ્ટાચાર સામે આપણી પૂરી શક્તિથી લડવું જોઈએ

તેમણે કહ્યું કે EDએ લોકોને પકડ્યાં છે અને રોકડ પણ જપ્ત કરી છે. હું માનું છું કે ભ્રષ્ટાચારે દેશને બરબાદ કર્યો છે. આપણે ભ્રષ્ટાચાર સામે આપણી પૂરી તાકાતથી લડવું જોઈએ અને આ મારું અંગત માનવું છે. ઈન્ડિયા બ્લોકના નેતાઓએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ દ્વારા વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવા વિશે વારંવાર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવ્યાં બાદ ઈન્ડિયા બ્લોકે ECIને એક મેમોરેન્ડમ આપ્યું હતું. આ કેસ દિલ્હી લિકર સ્કેમ કેસ 2022 ની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓ અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે, જેને પાછળથી રદ કરવામાં આવ્યો હતો. બીઆરએસ નેતા કે.કવિતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ એક્સાઇઝ પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch