Tue,30 April 2024,3:09 am
Print
header

રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ- Gujarat Post

અમદાવાદઃ આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ગુજરાત- રાજસ્થાનના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના વાછોલ બોર્ડરના ગામડાઓમાં વરસાદથી નુકસાનની ભીતિ છે. કમોસમી વરસાદથી અહીં ઘઉના પાકમાં ભારે નુકસાનની ભીતી છે. ખેતરમાં કાપણી કરેલા ઘઉંના પાકમાં વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારથી જ કમોસમી વરસાદથી સરહદીય વિસ્તારમાં નુકસાનની ભીતિ છે.

દ્વારકા-ખંભાળીયામાં મેઘરાજાનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. સવારે ગાજવીજ સાથે વરસાદનું  ઝાપટું વરસ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાંને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વારાહી રાધનપુર હાઇવે વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો છે. વારાહી, સાદપુરા, પીપળી, ગોતરકા, નવાગામ, અબીયાણા સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદી માહોલથી ખેડૂત ચિંતિત છે. ખેતરમાં ઉભા જીરું, ઈસબગુલ, અજમો, સુવા સહિતના પાકોને નુકશાનની ભીતિ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. વહેલી સવારથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યાં હતા. ભૂજ, અંજાર, મુંદ્રા, ગાંધીધામ સહિત વિસ્તારોમાં વરસાદ છે. બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch