Mon,29 April 2024,11:11 pm
Print
header

ખેડા જિલ્લા SP એ ત્રણ PI ને કર્યાં સસ્પેન્ડ, બબાલનો વીડિયો વાઇરલ થયા બાદ કાર્યવાહી

ખેડાઃ નડિયાદના 3 પોલીસ ઇન્સ્પેક્ટરોનો બબાલનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી.ચૌહાણ, યશવંત આર.ચૌહાણ  વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો ચાર્જ ધરાવતા આર.કે.પરમારનો વીડિયો વાઇરલ થયો છે, આ લોકો ટેબલ પર બેઠા હતા અને કોઇ કારણસર અચાનક ઉભા થઇને ઝઘડવા લાગ્યા હતા, આ વીડિયો કંઇ તારીખનો છે તે સ્પષ્ટ થયું નથી. પરંતુ તેમાં ત્રણ પોલીસકર્મી અને અન્ય 3 લોકો દેખાઇ રહ્યાં છે.

પોલીસકર્મીઓ વચ્ચે કોઇ બાબતને લઇને થઇ બબાલ

ટેબલ પર કોઇ બોટલ દેખાઇ રહી છે

પોલીસકર્મીઓ નશામાં હોવાની ચર્ચાઓ

સિગારેટ હાથમાં પકડેલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર આ વીડિયોમાં જોઇ શકાય છે. અહીં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ આ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરાઇ છે. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.

આ મામલે ત્રણેય પોલીસકર્મીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરીને તપાસના આદેશ આપ્યાં છે, ડીવાયએસપી કક્ષાના અધિકારી આ કેસની તપાસ કરશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch