Tue,30 April 2024,1:23 am
Print
header

શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post

મુંબઈઃ લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને અવિભાજિત શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી મનોહર જોશીનું શુક્રવારે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. મનોહર જોશી 86 વર્ષના હતા અને લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. શુક્રવારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. મનોહર જોશીના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કરતું ટ્વિટ કર્યું છે.મનોહર જોશી શિવસેનાના સ્થાપક બાળા સાહેબ ઠાકરેના નજીક હતા. શિવસેનાની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મનોહર જોશીએ થોડા વર્ષો પહેલા ઉદ્ધવ ઠાકરેની જાહેરમાં ટીકા કરી હતી, ત્યારબાદ તેઓ શિવસેનાના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.

તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 2002 થી 2004 સુધી લોકસભાના સ્પીકર હતા. મનોહર જોશીએ વર્ષ 1967 માં શિક્ષક તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1968-70 સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર હતા. બાદમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા.મનોહર જોશી 1976-77 દરમિયાન મુંબઈના મેયર હતા.1972માં મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્રણ ટર્મ સુધી સભ્ય રહ્યાં હતા. વર્ષ 1990માં, મનોહર જોશી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને આ સમયગાળા દરમિયાન તેઓ વિરોધ પક્ષના નેતા પણ હતા.

મનોહર જોશી 1999માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મુંબઈની ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યાં હતા અને બાદમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કર્યું હતુ. મનોહર જોશીના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું કે મનોહર જોશીના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણનો 'સંસ્કારી ચહેરો' જતો રહ્યો છે. નીતિન ગડકરીએ મનોહર જોશીની સરકારમાં મંત્રી તરીકે કામ કર્યું હતું. તેમના અંતિમ સંસ્કાર દાદર વિસ્તારમાં શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch