Mon,29 April 2024,11:52 pm
Print
header

સરબજીતનો હત્યારો સરફરાઝ જીવતો હોવાનો પાકિસ્તાનના પોલીસ અધિકારીનો દાવો, ભારત પર લગાવ્યો આ આરોપ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝ તાંબાની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાનના પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે સરફરાઝ હજુ જીવિત છે અને ગંભીર રીતે ઘાયલ છે. પાકિસ્તાન સરકારના એક મંત્રીએ ભારત પર આરોપ પણ લગાવ્યો છે.

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય સરબજીત સિંહની 2013માં હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાનની કોટ લખપત જેલમાં હાફિઝ સઈદના નજીકના સાથી અમીર સરફરાઝ તાંબાએ સરબજીતનું પોલિથીનથી ગળું દબાવીને હત્યા કરી હતી. તાંબાની રવિવારે પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ હતા. પરંતુ હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે સરફરાઝ તાંબા હજુ જીવિત છે.

લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી તાંબા પર મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ સનંત નગરમાં તેના ઘરે હુમલો કર્યો હતો. તાંબાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલ હતા.પરંતુ પોલીસ અધિક્ષક (એસએસપી) ઓપરેશન્સ લાહોર સૈયદ અલી રઝાએ ડૉન અખબારને જણાવ્યું કે તાંબા હજુ જીવે છે અને તે ગંભીર રીતે ઘાયલ છે. પોલીસ અધિકારીએ એ નથી જણાવ્યું કે તાંબાને સારવાર માટે ક્યાં રિફર કરવામાં આવ્યો છે.

પોલીસ પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો

પોલીસ અધિકારીના દાવા પછી જ્યારે પીટીઆઈએ લાહોર પોલીસના પ્રવક્તા ફરહાન શાહ સાથે એસએસપીના નિવેદન વિશે વાત કરી, ત્યારે તેમણે મામલાને સંવેદનશીલ ગણાવીને વધારે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

હત્યાની પેટર્ન એક જ છેઃ ગૃહમંત્રી

આ સમગ્ર ઘટના વચ્ચે સોમવારે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ સરફાઝ તાંબાની હત્યા પાછળ ભારતનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

સોમવારે મીડિયા સાથે વાત કરતા તેમને દાવો કર્યો હતો કે તાજેતરના થયેલી કેટલીક હત્યાની ઘટનાઓમાં ભારત સીધું સામેલ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને હાલના તબક્કે તાંબાના મામલામાં ભારતની સંડોવણી વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે. ભૂતકાળમાં થયેલી હત્યાઓની સમાન પેટર્નને કારણે તેઓ ભારતની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

2 અજાણ્યા લોકો સામે FIR નોંધવામાં આવી છે

રવિવારે બપોરે બે અજાણ્યા હુમલાખોરોએ જૂના લાહોરના સનંત નગરમાં તાંબાના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તાંબાના લોહીથી લથપથ શરીરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સરફરાઝ તાંબાના નાના ભાઈ જુનૈદ સરફરાઝની ફરિયાદ પર પોલીસે બે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ FIR નોંધી છે. એફઆઈઆર મુજબ, જુનૈદ સરફરાઝે કહ્યું કે તે અને તેના મોટા ભાઈ અમીર સરફરાઝ તાંબા જે લગભગ 40 વર્ષના હતા. ઘટના સમયે સનંત નગર સ્થિત પોતાના ઘરે હાજર હતા.

લાહોર કોર્ટે હત્યારાઓને નિર્દોષ જાહેર કર્યાં હતા

વર્ષ 2013માં સરફરાઝ તાંબા અને તેના સહયોગી મુદસ્સેરે લાહોરની કોટ લખપત જેલમાં ફાંસીની સજા પામેલા ગુનેગાર સરબજીત પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમનું મોત થયું હતું. 2018માં લાહોર સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે સરબજીતના હત્યારાઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

સરબજીત સિંહને 1990માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં કથિત સંડોવણી બદલ મોતની સજા ફટકારવામાં આવી હતી. સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામમાં રહેતા ખેડૂત હતા. 30 ઓગસ્ટ, 1990ના રોજ તે અજાણતામાં પાકિસ્તાની સરહદે પહોંચી ગયા હતા. જ્યાં પાકિસ્તાની સેનાએ તેમની ધરપકડ કરી હતી. સરબજીતના પરિવારનું કહેવું છે કે તેમને અજાણતા સરહદ પાર કરી હતી.

સરબજીતની બહેને લાંબી લડાઈ લડી

પોતાને નિર્દોષ જાહેર કરતા સરબજીતે એક પત્રમાં લખ્યું હતું કે હું ખૂબ જ ગરીબ ખેડૂત છું અને મારી ધરપકડ ખોટી ઓળખના કારણે કરવામાં આવી છે. 28 ઓગસ્ટ 1990 ની રાત્રે હું દારૂના નશામાં હતો અને જ્યારે હું સરહદ પર પકડાયો ત્યારે મને માર મારવામાં આવ્યો હતો. મને કોણ મારતું હતું તે પણ હું જોઈ શકતો ન હતો. મને સાંકળોથી બાંધીને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. તેમની બહેન દલબીર કૌરે પાકિસ્તાનમાંથી તેમની મુક્તિ માટે લાંબી લડાઈ લડી હતી, પરંતુ તે સફળ થયા ન હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch