Mon,29 April 2024,10:27 pm
Print
header

બદલો લેવાઇ ગયો...! આપણા સરબજીત સિંહના હત્યારાની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આતંકવાદના આરોપમાં દોષિત ઠેરવ્યાં બાદ આપણા સરબજીત સિંહે લાહોરની કોટ લખપત જેલમાં લગભગ 22 વર્ષ વિતાવ્યાં અને પછી 2013 માં કેદીઓએ તેમની હત્યા કરી નાખી હતી. હવે સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેમના મૃત્યુંના 11 વર્ષ પછી હુમલાખોરોમાંથી એક અમીર સરફરાઝની તાંબાને લાહોરમાં અજાણ્યા બાઇક સવારોએ ગોળી મારીને હત્યા કરી હતી. તાંબા કથિત રીતે લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદનો નજીકનો સહયોગી હતો.

કોણ હતા સરબજીત સિંહ ?

સરબજીત સિંહ અટવાલનો જન્મ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા પંજાબના તરનતારન જિલ્લાના ભીખીવિંડમાં થયો હતો. સરબજીત સિંહ અને તેમના પત્ની સુખપ્રીત કૌરને બે પુત્રીઓ હતી. સ્વપ્નદીપ અને પૂનમ કૌર. બહેન દલબીર કૌરે 1991 થી 2013 માં તેમના મૃત્યું સુધી સરબજીત સિંહની મુક્તિ માટે સતત પ્રયાસ કર્યાં હતા.

1990માં લાહોર અને ફૈસલાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો માટે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમના પર કેસ ચલાવ્યો હતો અને દોષિત ઠેરવ્યાં હતા, જેમાં 14 લોકો માર્યાં ગયા હતા. ઉપરાંત સરબજીત સિંહને આતંકવાદ અને જાસૂસી માટે પણ દોષિત ઠેરવવામાં આવ્યાં હતા. ભારતે કહ્યું હતું કે સરબજીત સિંહ એક ખેડૂત હતા, 1991માં કોર્ટે તેમને મોતની સજા સંભળાવી હતી. જો કે પાકિસ્તાને તેમની સજાને ઘણી વખત મુલતવી રાખી હતી.

હાઇ સુરક્ષિત જેલમાં હુમલો

સરબજીત સિંહ 26 એપ્રિલ 2013 સુધી હાઇ સુરક્ષિત જેલમાં રહ્યાં હતા, જ્યારે તેમના પર અમીર સરફરાઝ તાંબા સહિત અન્ય કેદીઓએ હુમલો કર્યો હતો. કેદીઓના એક જૂથે તેમના માથા પર ધાતુના પતરા, લોખંડના સળિયા, ઈંટો અને ટીનના ટુકડા વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને મગજમાં ગંભીર ઈજાઓ થઈ હતી, કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતુ અને તે કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમને લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. બાદમાં તેમનું મોત થઇ ગયું હતુ.

તેમની બહેન અને પત્નીને હોસ્પિટલમાં મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી અને ડોકટરોએ કહ્યું હતું કે તે કોમામાંથી બહાર નહીં આવે. 29 એપ્રિલ, 2013ના રોજ, ભારતે પાકિસ્તાનને માનવતાના ધોરણે સિંઘને મુક્ત કરવા અથવા તેમને તબીબી સંભાળ માટે ભારત આવવાની મંજૂરી આપવા માટે અપીલ કરી હતી, પરંતુ પાકિસ્તાને વારંવાર વિનંતીઓ નકારી કાઢી હતી.

મૃતદેહને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો

હુમલાના છ દિવસ પછી 1 મે 2013ના રોજ હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી તેમનું મોત થયું હતું. તેમના મૃતદેહને ખાસ વિમાનમાં ભારત લાવવામાં આવ્યો હતો અને ભારતીય ડોકટરોએ અમૃતસર નજીક પટ્ટી ખાતે બીજું પોસ્ટમોર્ટમ કર્યું હતું. ડૉક્ટરોએ તારણ કાઢ્યું હતું કે હુમલો વ્યક્તિની હત્યા કરવાના હેતુથી કરવામાં આવ્યો હતો. સિંઘના હૃદય અને કિડની સહિતના મહત્વપૂર્ણ અંગો કાઢી નાખવામાં આવ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch