Fri,26 April 2024,4:58 pm
Print
header

દુનિયાને કહી અલવિદા.. ગાંભોઈમાં જમીનમાંથી દાટેલી હાલતમાં મળી આવેલી બાળકીએ તોડ્યો દમ– Gujarat Post

બાળકીનું આજે સવારે 4.50 વાગ્યે થયું મોત

નવ દિવસની સારવાર બાદ બાળકીએ દમ તોડ્યો

હોસ્પિટલમાં સારવાર કરતાં તબીબો, નર્સો ગમગીન

સાબરકાંઠાઃ રક્ષાબંધનના દિવસે દુઃખદ સમાચાર મળી રહ્યાં છે. ગાંભોઈમાં જમીનમાંથી મળી આવેલી બાળકીનું મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલમાં 9 દિવસ સુધી બાળકીની સારવાર ચાલી હતી.જે બાદ સવારે 4.50 વાગ્યે તેનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલ તંત્રએ ગાંભોઈ પોલીસને આ અંગે જાણ કરી હતી. બાળકીના માતા-પિતા તેને જમીનમાં દાટી ગયા હતા પરંતુ કોઇ મજૂરી મહિલાએ આ બાળકીને બચાવી લીધી હતી. આ બાળકી જમીનમાંથી જીવિત હાલતમાં મળી આવી હતી, જે બાદ તેણે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  

તંત્ર દ્વારા નવજાત શિશુ માટેના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની નિમણૂંક કરવામાં આવી હતી.છેલ્લા 9 દિવસથી હિંમતનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આ બાળકીનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, નવજાત બાળકીનું વજન 1 કિલો 30 ગ્રામ હતું. બાળકીને ચેપ લાગ્યો હતો અને કમળાની અસર થઇ હતી. આ બાળકી અધૂરા માસે જન્મેલી હતી. બાળકી આ માતા- પિતાનું બીજું સંતાન હતું.

પોલીસની સઘન તપાસ બાદ બાળકીના માતા-પિતા મળી આવ્યાં હતા. બંનેએ તેમનો ગુનો કબૂલી લીધો હતો. દંપત્તિ મહેસાણાનું નિવાસી છે. બાળકીનો પિતા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે,  તેની માતા હાલ સિવિલમાં સારવાર હેઠળ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch