Mon,29 April 2024,11:24 pm
Print
header

મોદીની સ્પષ્ટ સૂચના, તમામ મંત્રીઓ 5 વર્ષનો રોડમેપ અને 100 દિવસનો એક્શન પ્લાન કેબિનેટ સચિવાલયને મોકલે

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીઓ નજીક છે અને તેની તૈયારીઓ થઇ રહી છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કામમાં સતત સક્રિય જોવા મળી રહ્યાં છે. તેમણે બુધવારે કેબિનેટની બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓને સ્પષ્ટ કહી દીધું છે કે વિકાસના કામોની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવે.

કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ તેમના મંત્રીઓ પાસેથી આગામી 100 દિવસનો એક્શન પ્લાન માંગ્યો હતો, તેમના મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ આપવા કહ્યું છે. બેઠકમાં મોદીએ કહ્યું કે ચૂંટણી પછી તેમને મંત્રાલય મળશે કે નહીં તેનો વિચાર કર્યાં વગર દેશ માટે કામ કરો.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો

બુધવારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં હતા. કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં આઠ ટકાના વધારાને મંજૂરી આપી છે. શેરડીની ખરીદીની કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. આ રીતે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો થયો છે.

ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રતિબદ્ધ

કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષથી ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. 2014 પહેલા ખેડૂતોને ખાતર મેળવવા માટે પણ રસ્તા પર ઉતરવું પડતું હતું. તે સમયે શેરડીના ભાવ વ્યાજબી ન હતા. બે વર્ષ રાહ જોવી પડી હતી.

પરંતુ મોદી સરકારે આ દિશામાં ઉત્તમ કામ કર્યું છે. શેરડીના ખેડૂતોને 2019-20માં 75,854 કરોડ રૂપિયા મળ્યાં છે. 2020-21માં 93,011 કરોડ રૂપિયા મળ્યાં છે. 2021-22માં ખેડૂતોને 1.28 લાખ કરોડ રૂપિયા મળ્યાં છે. તે જ સમયે, 2022-23માં 1.95 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આ પૈસા સીધા તેમના ખાતામાં મોકલવામાં આવ્યાં હતા. અમે ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch