Mon,29 April 2024,10:30 pm
Print
header

ફરીથી રૂપાલા- ધાનાણી વચ્ચે જામશે જંગ, કોંગ્રેસે લોકસભાના 4 અને વિધાનસભા પેટા ચૂંટણીના 5 ઉમેદવારો જાહેર કર્યા- Gujarat Post

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે 4 અને વિધાનસભા પેટા ચૂંટણીના 5 ઉમેદવારો જાહેર કર્યા છે, ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. નવસારીમાં સી.આર.પાટીલની સામે નૈષદ દેસાઈને ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ અને મહેસાણામાં રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યાં છે. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવ્યાં હતા અને હવે ફરી એક વખત આ બંંને નેતાઓ લોકસભામાં આમને સામને છે.

વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારો

વિજાપુર - દિનેશ તુલસીદાસ પટેલ

પોરબંદર - રાજુ ઓડેદરા

માણાવદર - હરિભાઈ કંસાગરા

ખંભાત - મહેન્દ્રસિંહ પરમાર

વાઘોડિયા - કનુભાઈ ગોહિલ

લોકસભાની 4 બેઠકના ઉમેદવારો

રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીની ટક્કર

અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલનો જંગ

નવસારી બેઠક પર સી.આર.પાટીલ સામે નૈષધ દેસાઈ લડશે ચૂંટણી

મહેસાણામાં ભાજપના હરિભાઈ સામે કોંગ્રેસના રામજી ઠાકોર મેદાને

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch