Fri,26 April 2024,7:25 pm
Print
header

જે.પી.નડ્ડા ગુજરાત મુલાકાતે, સૌરાષ્ટ્રના રાજકારણમાં થઈ શકે છે નવા જૂની- Gujarat Post

(સંબોધન કરતાં જે પી નડ્ડા)

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી શકે છે

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ત્રણથી ચાર ધારાસભ્યો ભાજપમાં થઈ શકે છે સામેલ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થોડા જ દિવસમાં જાહેર થશે.આ પહેલા હજુ પણ કોંગ્રેસ તૂટી શકે છે.વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો ચાલુ છે ત્યારે ફરી ચૂંટણી પૂર્વે ઓપરેશન લોટ્સ સક્રિય થયું છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી પક્ષપલટાની ચર્ચાઓ છે. કોંગ્રેસના જે MLA ભાજપની રડારમાં છે તેઓ કેસરિયો કરે તેવી શક્યતા છે. PM નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પ્રવાસે છે, જામકંડોરણાની સભામાં કોંગેસના કેટલાક MLA ભાજપનો ખેસ પહેરે તેવી અટકળોએ વેગ પકડ્યો છે.

આવતીકાલથી બે દિવસનું વિધાનસભા સત્ર પણ મળી રહ્યું છે.જેના છેલ્લા દિવસે સૌરાષ્ટ્રના 4 ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળ પર સવાર થઈ શકે છે.જામકંડોરણામાં ત્રણ થી ચાર કોંગ્રેસના MLAને આવકારવા તખ્તો તૈયાર થઈ ગયો હોવાની ચર્ચાઓ છે.બસ કયા કોંગી ધારાસભ્યો ભાજપમાં એન્ટ્રી કરશે, તેના પર ચર્ચાઓ થઇ રહી છે. જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં કયા નવા ખેલ જોવા મળી શકે છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા પણ રાજકોટની મુલાકાતે છે તેથી આ વાતને પણ નકારી શકાય નહીં. જેપી નડ્ડાએ કહ્યું દેશમાં કોંગ્રેસે ખેડૂતો માટે કંઇ જ કર્યું નથી. પીએમ મોદીએ જ ખેડૂતો માટે કામ કર્યું છે, અમારી સરકાર આગળ પણ આવી રીતે કામ કરતી રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch