Mon,29 April 2024,10:28 pm
Print
header

વધુ એક ભારતીયની હત્યા... કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, સાઉથ વેનકુવરમાં કારમાંથી મળ્યો મૃતદેહ

ઓટાવાઃ કેનેડાના સાઉથ વેનકુવરમાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી છે. 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની કારની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વાનકુવર પોલીસે જણાવ્યું કે પાડોશીઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ તપાસ કરી તો  ભારતીય વિદ્યાર્થી ચિરાગ એન્ટિલ આ વિસ્તારમાં એક વાહનની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ ઘટના 12 એપ્રિલે રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. રહેવાસીઓએ ગોળીબાર સાંભળ્યાં બાદ કેનેડિયન અધિકારીઓને 55 ઈસ્ટ એવન્યું અને મેઈન સ્ટ્રીટ પર બોલાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ 24 વર્ષીય ચિરાગ કારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે. ચિરાગના ભાઈ રોનિતે પત્રકારોને જણાવ્યું કે સવારે જ્યારે તેઓએ ફોન પર વાત કરી હતી ત્યારે ચિરાગ ખુશ જણાતો હતો. બાદમાં તે ક્યાંક જવા માટે તેની ઓડી કાર લઈને નીકળ્યો હતો.

વિદ્યાર્થી સંઘે વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી

કોંગ્રેસ વિદ્યાર્થીઓની પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના વડા વરુણ ચૌધરીએ ટ્વિટર પર એક પોસ્ટમાં વિદેશ મંત્રાલયને ટેગ કર્યું અને વિદ્યાર્થીના પરિવારને મદદ માટે વિનંતી કરી હતી, કેનેડાના વાનકુવરમાં ભારતીય વિદ્યાર્થી ચિરાગની હત્યા અંગે તાત્કાલિક ધ્યાન દોરો. અમે વિદેશ મંત્રાલયને વિનંતી કરીએ છીએ કે તેઓ તપાસની નજીકથી નજર રાખે અને ન્યાય ઝડપથી મળે તે સુનિશ્ચિત કરે.

અમે મંત્રાલયને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં મૃતકના પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે. ચિરાગનો પરિવાર તેના મૃતદેહને ભારત પરત લાવવા માટે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા ભંડોળ એકત્ર કરી રહ્યો છે. ચિરાગ હરિયાણાનો રહેવાસી હતો. નોંધનિય છે કે કેનેડામાં થોડા જ સમયમાં અનેક ભારતીયોની હત્યાઓ થઇ છે. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch