Fri,26 April 2024,10:29 am
Print
header

મધુ શ્રીવાસ્તવની દબંગગીરી, ફોર્મ ભરતાં પહેલા કહ્યું- જો કોઈ મારા કાર્યકરની ફેંટ પકડશે તો હું ઘરે જઈને ગોળી મારી દઈશ- Gujarat Post

ભાજપે વાઘોડિયાથી કાપી છે મધુ શ્રીવાસ્તવની ટિકિટ

અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે શ્રીવાસ્તવ

વડોદરાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપે આ વખતે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી. જેને કારણે તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા તેમણે પોતાના કાર્યાલયથી ભવ્ય રેલી યોજી હતી.

તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, મેં સી આર પાટીલે મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, મેં કહ્યું છેલ્લી ટર્મ ચુંટણી લડવા દો પણ તેમણે વાત ન માની. હું ચૂંટણી લડવાનો, જીતવાનો અને કાર્યકર્તાઓ કહેશે તે કરીશ. આ ચૂંટણી છેલ્લી પાયરીની હશે. જો કોઈ મારા કાર્યકરની ફેંટ પકડશે તો હું ઘરે જઈને તેને ગોળી મારી દઈશ.

વાઘોડિયા બેઠક પર છેલ્લી છ ટર્મથી ચૂંટાતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ છે, જેથી તેઓ નારાજ થયા છે. ભાજપ પ્રમુખ પાટીલે વડોદરા એરપોર્ટ પર તેમને મનાવવાની કોશિશ કરી હતી, પરંતુ મધુ શ્રીવાસ્તવ માન્યા ન હતા.ટિકિટ કપાયા બાદ તેઓ સતત નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch