Tue,30 April 2024,2:34 am
Print
header

છત્તીસગઢ: મતદાન પહેલા કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, નક્સલવાદી કમાન્ડર ઠાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં

(FILE PHOTO)

છત્તીસગઢ: દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં મોટી અથડામણ થઇ છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયાના સમાચાર છે. છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માડ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, ઘાયલ જવાનોને જંગલમાંથી બહાર કાઢવા માટે ફોર્સ મોકલવામાં આવી છે.

આ એન્કાઉન્ટરમાં નક્સલવાદી કમાન્ડર શંકર રાવ માર્યો ગયો છે. અત્યાર સુધીમાં ઓટોમેટિક રાઈફલ્સ સાથે 18 મૃતદેહો મળી આવ્યાં છે. મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં 3 પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસ ટૂંક સમયમાં આ મામલે નિવેદન જાહેર કરશે.

BSFની ટીમ નક્સલ વિરોધી ઓપરેશન પર ગઈ હતી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોટે બેથિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલમાં ગોળીબાર ત્યારે શરૂ થયો જ્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમા હતી. ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

રાજ્યના 14 જિલ્લાઓમાં નક્સલવાદીઓની અસર

છત્તીસગઢ સૌથી વધુ નક્સલ પ્રભાવિત રાજ્ય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, છત્તીસગઢના 14 જિલ્લાઓ - બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગારિયાબંધ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનાંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલી નક્સલ પ્રભાવિત છે. છત્તીસગઢમાં છેલ્લા ઘણા દિવસોથી નક્સલી હુમલામાં ઘટાડો થઈ રહ્યો નથી.

એક વર્ષમાં 300થી વધુ નક્સલવાદી હુમલા

ગયા વર્ષે માર્ચમાં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે છત્તીસગઢમાં નક્સલી હુમલાના આંકડા રજૂ કર્યાં હતા. આ મુજબ 2022માં રાજ્યમાં 305 નક્સલવાદી હુમલા થયા હતા. આ પહેલા સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ગત વર્ષે ફેબ્રુઆરી 2023 સુધીમાં છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 7 જવાનો શહીદ થયા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch