Mon,29 April 2024,11:05 pm
Print
header

સ્ટેજ પર ગેનીબેન ઠાકોર થયા ભાવુક, વડીલોની પાઘડી પર આંચ નહીં આવવા દઉં- Gujarat Post

ગાંધીનગરઃ બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. આ પહેલા તેમણે સભાને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું એક દિવસ મારા માટે તકલીફ લેજો. મારે ચૂંટણી લડવાની ઈચ્છા ન હતી. જિલ્લાના લોકો અને કોંગ્રેસના આગેવાનોએ એકજ નામ મૂકતા ચૂંટણી લડવા મને તૈયારી કરી છે. આ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા ગેનીબેન રડી પડ્યાં હતા. ગેનીબેન ભાવુક થતાં અન્ય નેતાઓ પણ ભાવુક દેખાયા હતા.

સ્વસ્થ થયા બાદ તેમણે કહ્યું, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગૌહત્યા બંધ કરવાનો કાયદો લાવવા રજૂઆત કરીશ. અમે સામાન્ય લોકોના પ્રશ્નો ને હલ કરવાના મુદ્દાઓ સાથે ચૂંટણી લડી રહ્યાં છીએ. જે લોકોથી તમે ડરો છો તેમને આ તમારી બેન પહોંચી વળશે. વડીલોની પાઘડી પર આંચ નહી આવવા દઉં.

તેમણે કહ્યું, બનાસની બેન સામે બનાસ બેંક છે. લોકશાહી પૈસાથી ખરીદતી હોત તો 542 સાંસદોને ઉદ્યોગપતિઓ ખરીદી લેતા, પણ લોકસભા ખરીદી શકાતી નથી. મારા વિસ્તારની બહેન દીકરીઓ માટે ઝાંસીની રાણી બનવું પડશે તો હું બનીશ. ગીતાજીની સાક્ષીએ મતદારોની સેવાની ખાતરી આપું છું. લોકસભાની ચૂંટણી બનાસકાંઠાની આઝાદી માટે લડી રહી છું. બનાસની જનતા ઝાંસીની રાણી સાથે સરખાવે છે અને મને  પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી.પરિવાર મા કોઈ વધુ જવાબદારી રહી નથી ત્યારે બનાસની જનતાની સેવામાં કાર્યરત રહી કામ કરવાની તૈયારી છે.બનાસના લોકોને આંચ ના આવે તે માટે માતાજીને પ્રાર્થના કરું છું. નોંધનિય છે કે અહીં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે ગેનીબેન કોંંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે અને અહીં ખરાખરીનો જંગ જામી રહ્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch