Tue,30 April 2024,1:20 am
Print
header

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બંને આરોપીની ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ભૂજથી દબોચ્યાં આરોપીઓને

મુંબઇઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગ કરનારા બંને આરોપીઓની ભૂજમાંથી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. ફાયરિંગ કેસમાં સંડોવાયેલા બંને બાઇક સવાર આરોપીઓને પોલીસે ભૂજમાંથી શોધી કાઢ્યાં છે. એક ટીમ ગુજરાત આવી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભૂજના માતાના મઠ નજીકથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા અને સાગર તરીકે થઇ છે, બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી છે. 

એપાર્ટમેન્ટની બહાર બુલેટના નિશાન મળ્યાં હતા

રવિવારે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઇક સવારોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યાં હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યાં હતા. તે ગોળીઓના નિશાન સલમાનના એપાર્ટમેન્ટની બહાર પણ મળી આવ્યાં હતા. એક ગોળી તેની બાલ્કનીની જાળીમાંથી પણ નીકળી હતી. સલમાન અવારનવાર આ બાલ્કનીમાંથી પોતાના ચાહકોને હાથ હલાવીને અભિવાદન કરે છે. તપાસ દરમિયાન ત્યાંથી બુલેટના શેલ મળી આવ્યાં છે.

ફાયરિંગ કરીને આરોપી ક્યાં ભાગ્યા ?

પોલીસના જણાવ્યાં અનુસાર સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનાર શૂટર ગુનો કર્યા બાદ બાઇક પર બ્રાંડાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યાં હતા. બાઇક ત્યાં જ છોડી થોડે દૂર ચાલીને બાંદ્રા રેલ્વે સ્ટેશન પર ઓટોરિક્ષા લીધી હતી. આ પછી તે બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડી ગયા હતા, સાંતાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયા હતા. આ સ્થળોના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ જોવા મળ્યાં હતા.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ શૂટરોની શોધમાં રાજસ્થાન પહોંચી હતી

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. આ હુમલાનું કાવતરું લગભગ એક મહિના પહેલા રાજસ્થાનમાં ઘડવામાં આવ્યું હતું. આ અંતર્ગત શૂટરોએ સલમાનના પનવેલ ફાર્મ હાઉસ પાસે એક રૂમ ભાડે લીધો હતો. ત્યાં રહેતી વખતે તે ફાર્મ હાઉસ પર નજર રાખતા હતા. ત્યાં સલમાન ખાન મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવે છે. શૂટરો તેની હિલચાલની રાહ જોઈ રહ્યાં હતા. દરમિયાન અભિનેતા પર હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમને ઘણી વખત બાંદ્રા સ્થિત સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી પણ કરી હતી. શૂટરોએ ત્યાં ચાર વખત જઈને રેકી કરી હતી. આ પહેલા વર્ષ 2018માં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સે ગેલેક્સીની રેકી કરી હતી.

હુમલાની જવાબદારી કોણે લીધી ?

આ હુમલાની જવાબદારી સ્વીકારતી ફેસબુક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરાયું છે. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ તરફથી ઘણી વખત ધમકીઓ મળી છે. એકવાર તેમને અભિનેતાની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું. પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch