Mon,29 April 2024,10:36 pm
Print
header

અમદાવાદઃ વેજને બદલે નોન-વેજ બર્ગર પીરસાયું, મોકા કેફેના સ્ટાફે કહ્યું કોકોમોલી સોસનો સ્વાદ છે

અમદાવાદઃ ગુલબાઈ ટેકરામાં આવેલી મોકા રેસ્ટોરન્ટમાં મહિલાએ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો અને તેને નોન-વેજ બર્ગર પીરસવામાં આવ્યું હતું. આ વાતની જાણ થતાં મહિલાએ હોબાળો મચાવ્યો હતો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામલો 9 એપ્રિલનો છે.

નવરાત્રીના પહેલા દિવસે મહિલા તેના મિત્ર સાથે મોકા રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી. વેજ બર્ગરનો ઓર્ડર આપ્યાં બાદ બર્ગર ખાતી વખતે મહિલાને બર્ગરનો સ્વાદ વિચિત્ર લાગ્યો હતો. જ્યારે રેસ્ટોરન્ટ સ્ટાફને ફરિયાદ કરવામાં આવી ત્યારે સ્ટાફે તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

સ્ટાફ બચાવ મોડમાં આવીને ખોટું બોલી રહ્યો હતો 

બચાવ કર્યાં બાદ સ્ટાફને પણ કોઈ ભૂલની શંકા જતા તેઓ રસોડામાં ગયા હતા.આ પછી 10 મીનિટ સુધી કોઈ પરત ન આવ્યું. સત્ય જાણ્યા પછી પણ સ્ટાફે છેતરવાનો પ્રયાસ કર્યો અને અમને કહ્યું કે તે માત્ર વેજ બર્ગર છે. તે કોકોમોલી સોસનો સ્વાદ છે. ચિંતા કરશો નહીં બર્ગર ખાઓ.

જ્યારે મહિલાએ હોબાળો મચાવ્યો ત્યારે મામલો વધતો જોઈને મુખ્ય રસોઇયો બહાર આવ્યો હતો અને સ્વીકાર્યું કે ભૂલથી તેને વેજને બદલે નોન-વેજ બર્ગર આપવામાં આવ્યું હતું. આ પછી જ્યારે મહિલા નોન-વેજ બર્ગરનો ફોટો અથવા વીડિયો લેવા માંગતી હતી, ત્યારે તેને રોકવામાં આવી અને તકનો લાભ લઈને મોકા રેસ્ટોરન્ટના સ્ટાફે નોન વેજ બર્ગર ડસ્ટબીનમાં ફેંકી દીધું હતું.

રૂ. 5,000 નો દંડ ઓછો છે- પીડિતા

આ પછી મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વેજને બદલે નોન વેજ બર્ગર આપવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી.ત્યારબાદ આરોગ્ય વિભાગે મોકા રેસ્ટોરન્ટને 5000 રૂપિયાનો દંડ ફટકારીને વળતર આપ્યું હતું. મહિલાએ જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

મોકા રેસ્ટોરન્ટે કરેલી ભૂલની એવી સજા થવી જોઈએ કે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય. રેસ્ટોરન્ટ બે દિવસ બંધ રહેશે. સ્ટાફને તાલીમ આપવી જોઈએ. માત્ર 5,000 રૂપિયાનો દંડ પૂરતો નથી. મહિલાએ માંગણી કરી છે કે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કેફેને સીલ કરવામાં આવે, જેથી આગામી સમયમાં આવી ભૂલ અન્ય કોઈ ગ્રાહક સાથે ન થાય. નવરાત્રિ દરમિયાન શાકાહારી હોવા છતાં તેને નોનવેજ ફૂડ આપીને તેની આસ્થાને ઠેસ પહોંચી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch