Fri,26 April 2024,1:30 pm
Print
header

શું આ કૌભાંડ મોટું છે? બોગસ સર્ટીફીકેટથી કેનેડા થઈ અમેરિકા જતા વધુ 7 ગુજરાતી વિદ્યાર્થી ઝડપાયા - Gujaratpost

IELTS Scam: ગુજરાતીઓ અમેરિકા જવા ગેરકાયદે ઘૂસણખોરીનો માર્ગ અપનાવી રહ્યાં છે. અમેરિકા જવા માટે IELTSની પરીક્ષાનું કૌભાંડ સામે આવ્યું છે. બોગસ સર્ટીફીકેટથી કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતા 7 યુવાનોને અમેરિકાના અધિકારીઓએ પકડ્યા છે. બોગસ સર્ટિફીકેટના આધારે કેનેડા ગયેલા ઉત્તર ગુજરાતના 7 યુવાનો કયુબિક રૂટથી ન્યૂયોર્કમાં પ્રવેશ કરતા પકડાઇ ગયા હતા. તમામ યુવાનો મહેસાણા, ગાંધીનગરના હોવાનુ બહાર આવ્યું છે. આ યુવાનો પાસેથી IELTSના બોગસ સર્ટીફીકેટ મળ્યા છે.

આ સર્ટીફીકેટ મામલે પણ મોટું કૌભાંડ થયું છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટને બેન્ડ સર્ટીફીકેટમાં છેડછાડના પહેલીવાર અહેવાલો બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિદેશ જવા માટે IELTSની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે તેઓ કેનેડા ગયા હતા. હવે આ તમામ વિદ્યાર્થીઓને અમેરિકાની કોર્ટમાં હાજર કરાશે. તમને જણાવી દઇએ કે, આ તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા આવડતી ન હતી.

તાજેતરમાં જ IELTSની પરીક્ષા આપી વધુમાં વધુ બેન્ડ મેળવી વિદેશ જવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના માંકણજ, ધામણવા, સાંગણપુર અને રામનગર ગામના 4 યુવાનો કેનેડાથી અમેરિકામાં ઘૂસ મારતા ઝડપાયા હતા. IELTS બૅન્ડના કૌભાંડનો પર્દાફાશ થતા મહેસાણા SOGએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch