Thu,02 May 2024,2:51 am
Print
header

2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ?

મહેસાણા: 2017માં મંજૂરી વગર રેલી યોજવાના કેસમાં  સેશન્સ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાટીદાર અગ્રણી રેશ્મા પટેલ, સુબોધ પરમાર, કૌશિક પરમાર સહિત 10 લોકોને નિર્દોષ જાહેર કર્યાં છે. મેવાણી અને રેશ્મા પટેલ સહિત 14 સામે ફરિયાદ નોંધાઈ હતી.ત્યાર બાદ ચીફ કોર્ટે 10 આરોપીઓને 3 મહિનાની સજા ફટકારી હતી. જેમાં નીચલી કોર્ટનો હુકમ મહેસાણા સેશન્સ કોર્ટે રદ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના ?

2017માં ઉનાકાંડની વર્ષી નિમિત્તે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો કબ્જો સોંપવામાં આવે તે માટે મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કુચ નામથી રેલી યોજવામાં આવી હતી. જુલાઈ 2017માં મંજૂરી વગર રેલી યોજવા મામલે જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકોને મહેસાણા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે 3 માસની જેલ અને 1000 રૂપિયાના દંડની સજા કરી હતી. બાદમાં આ લોકોએ સજા માફીની માંગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. હવે આ કેસમાં તેમને રાહત મળી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch