Tue,30 April 2024,1:07 am
Print
header

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં વરસાદને કારણે સર્જાઇ તારાજી, ભૂસ્ખલન બાદ કાદવમાં દટાતા 20 લોકોનાં મોત

જકાર્તાઃ ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ પર ઘણા દિવસોથી થઈ રહેલા ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના બની છે. અહીં સુલાવેસી ટાપુ પર મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે ઘણા લોકો કાદવ નીચે દટાઇ ગયા છે અને ઘણા લાપતા થયા છે.

બચાવકર્મીઓએ 3 વર્ષની બાળકી અને તેની માતાના મૃતદેહ સહિત અનેક લોકોના મૃતદેહો બહાર કાઢ્યાં છે. ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.

મુશળધાર વરસાદને કારણે ચાર મકાનો ભૂસ્ખલનનો ભોગ બન્યાં

સ્થાનિક પોલીસ વડાએ જણાવ્યું હતું કે દક્ષિણ સુલાવેસી પ્રાંતના તાના તોરાજા જિલ્લાના દક્ષિણ મકલે ગામમાં ચાર મકાનો ભૂસ્ખલનનો ભોગ બન્યાં હતા જ્યારે મૂશળધાર વરસાદનું પાણી આસપાસની ટેકરીઓથી નીચે આવતા ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન થયું ત્યારે એક ઘરમાં પારિવારિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ધુમ્મસ અને વરસાદના કારણે દટાયેલા લોકોની શોધમાં અવરોધ ઊભો થયો હતો. હાલમાં મૃતકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch