Fri,26 April 2024,1:09 pm
Print
header

વિપુલ ચૌધરીની વધશે મુશ્કેલીઓ, જાણો કઈ કલમ ઉમેરવામાં આવી- Gujarat Post

(file photo)

ગાંધીનગરઃ મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો લાગ્યો છે વિપુલ ચૌધરી સામેના કેસમાં પ્રિવેન્સન ઓફ કરપ્શન એકટની કલમ 13 નો ઉમેરો કરાયો છે. તપાસકર્તા અધિકારી દ્વારા કલમ ઉમેરવા અપાયેલી અરજી કોર્ટે માન્ય રાખી છે.વિપુલ ચૌધરી દ્વારા થયેલી ગેરરીતિનો 2005થી વર્ષ 2016 સુધીના સમયગાળો દર્શાવાયો છે. અને જૂના કાયદાની કલમ ઉમેરવા અરજી કરાઈ હતી. ખાસ સરકારી વકીલ વિજય બારોટની દલીલ માન્ય રાખવામાં આવતાં ચૌધરીની મુશ્કેલીઓ વધશે.

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, તેમના રીમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ચૌધરી સામે ED તપાસ કરે તેવી શક્યતા છે. કરોડોના શંકાસ્પદ વ્યવહારોની ACBએ EDને જાણ કરી છે. વિદેશમાં કરોડોના વ્યવહાર થયાનું તપાસમાં ખુલ્યુ છે. બોગસ કંપનીઓ મારફતે થયેલા વ્યવહારોની તપાસ ED કરી શકે છે.રજિસ્ટર થયેલી 4 કંપનીઓ માત્ર કાગળ પર હોવાનું ખુલ્યું છે.

20 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી હતી. ગાંધીનગરમાં વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACB ટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હતી. માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી આ તપાસમાં ACBની ટીમને 31 હજાર રૂપિયા રોકડ રકમ હાથ લાગી હતી. દસ્તાવેજો પણ કબ્જે કરાયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch